કામની વાત/ શું ATMમાં 4 વખતથી વધારે ટ્રાંજેક્શન કરવા પર કપાય છે 173 રૂપિયા, જોઈ લો શું છે હકીકત

કામની વાત/ શું ATMમાં 4 વખતથી વધારે ટ્રાંજેક્શન કરવા પર કપાય છે 173 રૂપિયા, જોઈ લો શું છે હકીકત

ATMમાંથી પૈસા ઉપાડવા અને તેના દ્વારા બિન ફાયનાન્સિયલ ટ્રાંજેક્શન માટે રિઝર્વ બેંકની પોતાની ગાઈડલાઈન્સ છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડહોલ્ડર્સ માટે એટીએમ ટ્રાંજેક્શન પર મંથલી મર્યાદા લાગેલી છે. તેનાથી વધારે ટ્રાંજેક્શન કરવા પર ફીસ લાગે છે. જો કે, હાલના સમયમાં એટીએમ ટ્રાંજેક્શનના નિયમોને લઈને ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં કેટલાય નકલી દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક આવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે.હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં જણાવ્યા અનુસાર એટીએમમાંથી 4 વારથી વધારે પૈસા નિકાળાવા પર 150 રૂપિયાનો ટેક્સ અને 23 રૂપિયા સર્વિસ ચાર્જ મળીને કુલ 173 રૂપિયા કપાશે. દાવો છે કે, 1 જૂન બાદથી તમામ બેંકોએ તેને લાગૂ કરી દીધું છે. મેસેજમાં સરકારની ટિકા કરતા કહેવામાં આવ્યું છે કે, દરેક વાત પર ટેક્સ લેવામાં આવે છે. એવું પણ કહ્યું કે, ચૂપ બેસો નહીં, અને આ મેસેજ આગળ ફોરવર્ડ કરો.શું છે હકીકતપ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત જણાવી છે. પીઆઈબીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ મેસેજ નકલી છે. તેમાં જણાવ્યા અનુસાર કોઈ પણ અકાઉન્ટમાં 4 વખતથી વધારે ટ્રાંજેક્શન કરવા પર 173 રૂપિયા કપાતા નથી. પીઆઈબીએ જણાવ્યું છે કે, એટીએમ દર મહિને 5 ટ્રાંજેક્શન મફત આપે છે. ત્યાર બાદ વધારે ટ્રાંજેક્શન કરવા પર આપને 21 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન અથવા કોઈ ટેક્સ હોવા પર તે અલગથી આપવા પડે છે.કેટલી છે ટ્રાંજેક્શન ફીRBIની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર દરેક ગ્રાહક પોતાની બેંકના એટીએમમાંથી 5 ટ્રાંજેક્શન મફત કરી શકે છે. તો વળી બીજી બેંકના એટીએમના કેસમાં મેટ્રો શહેરમાં 3 અને નોન મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાંજેક્શન મળે છે. આ મફત ટ્રાંજેક્શનની મર્યાદા ખતમ થયા બાદ ગ્રાહકો પર 1 જાન્યુઆરી 2022થી 21 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શનનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.