ડાયાબિટીસના દર્દીઓને પગમાં ગેંગરીનની સંભાવના હોય ત્યારે એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીથી પગ બચાવી શકાયઃ ડો.ભાવેશ પોપટ

ડાયાબિટીસના દર્દીઓને પગમાં ગેંગરીનની સંભાવના હોય ત્યારે એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીથી પગ બચાવી શકાયઃ ડો.ભાવેશ પોપટ

ડાયાબિટીસના દર્દીઓને પગમાં ગેંગરીનની સંભાવના હોય ત્યારે એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીથી પગ બચાવી શકાયઃ ડો.ભાવેશ પોપટ

જીએમઇઆરએસ કોલેજના સર્જરી વિભાગના વડા અને પ્રોજેક્ટ ચેરમેન ડો. જનક પારેખ અને સર્જન એસોસિએશનના વડા ડો. પ્રદિપ મિસ્ત્રી દ્વારા યોજાયેલા આ પરિસંવાદમાં ગુજરાતભરના જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને પ્લાસ્ટીક સર્જન મળી કુલ 125 ડોક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય વક્તા એવા ત્રિવેન્દ્રમના ડો. અજૈયા કુમારે ફૂટ ઇન્ફેક્શનની સારવાર માટેનું માર્ગદર્શન ઓપરેશનના વિડિયો થકી આપ્યું હતુ. મુંબઈના ડો. સંજય વૈદ્યે ડાયાબિટીશના દર્દીઓના પગમાં થતા યુક્લેર સારવારના નેગેટીવ પ્રેશર, વોન્ડ થેરેપી તેમજ લેઝર વડે સારવારની જાણકારી આપી હતી. વડોદરાના વાસ્ક્યુલર સર્જન ડો. સુમિત કાપડિયા અને મુંબઈના ડો. ભાવેશ પોપટે ડાયાબિટીસના દર્દીઓને પગમાં જ્યારે ગેંગરીનની સંભાવના હોય ત્યારે આધુનિક પદ્ધતિથી એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટી કરી દર્દીના પગને બચાવવાની જાણકારી આપી હતી. વડોદરાના ડો. સંજીવ શાહે પણ વિવિધ શસ્ત્રક્રિયાની માહિતી આપી હતી. સુરતના પ્લાસ્ટીક એન્ડ ડાયાબિટીક ફૂટ સર્જન ડો. આશુતોષ શાહે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતુ.સૌરાષ્ટ્ર પંથકના જાણીતા ડાયાબિટીક ફૂટ સર્જન ડો. વિભાકર વચ્છરાજાનીએ પણ ભાગ લીધો હતો. આ પરિસંવાદને સફળ બનાવવામાં કોલેજના ડીન ડો. કમલેશ શાહ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી, વલસાડના સર્જન ડો. સંજીવ દેસાઇ, ડો. અભિજીત મ્હસ્કર, ડો. અજીત ટંડેલ, ડો. કુરેશી, ડો. સુમિત વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. વસુંધરા અને ડો. વંશિકાએ કર્યું હતુ.