સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં વિધાન સભા ચૂંટણીની રણનીતિ ઘડાય

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં વિધાન સભા ચૂંટણીની રણનીતિ ઘડાય

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં વિધાન સભા ચૂંટણીની રણનીતિ ઘડાય

બારડોલી: સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી પ્રમુખ સંદિપભાઈ દેસાઇના અધ્યક્ષ સ્થાને બારડોલી સ્થિત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે મળી હતી. જેમાં સંદિપભાઈ દેસાઇએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે હાલ સમગ્ર રાજ્યમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જેમાં 23 બારડોલી લોકસભા, રાજ્યમાં બીજા ક્રમે હાલ આવી છે અને બારડોલી વિધાન સભા સમગ્ર લોકસભામાં પ્રથમ ક્રમે છે.

તેમણે સુરત જિલ્લાની તમામ વિધાનસભાની કામગીરીની માહિતી આપી હતી અને આવનારા દિવસોમાં પાર્ટીના હર ઘર તિરંગા, બુથ મજબૂતીકરણ, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યુ હતું કે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક, પેજ સમિતિના નવા અભિગમ અપનાવ્યો છે એ બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સરહના કરી છે. તેમણે હાલ રાષ્ટ્રપતિની ચુંટણીમાં NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુનો વિસ્તૃત પરીચય આપ્યો હતો. આગામી દિવસોમાં પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સમગ્ર જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો, તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન દીપકભાઈ વસાવાએ કર્યું હતું અને આભાર વિધિ કેતનભાઈ પટેલે કરી હતી..