ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૨,૯૫,૧૩૦ કયુસેક પાણીની આવક નોંધાઇ છે,ડેમના ૨૨ ગેટ પૈકી ૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરી ડેમમાંથી ૧,૮૪,૦૮૪ કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેને લઇ તાપી નદી કિનારેના ગામ લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે.

ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ ૩૩૫ ફૂટ ને પાર કરી ચુક્યું છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ­પ્રકાશા ડેમના ૨૨ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી ૨,૬૨,૫૩૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,

તેમજ પ્ર­કાશા  ડેમની જળ સપાટી આજે સવારે ૧૦ કલાકે ૧૦૭.૬૦૦ મીટર નોંધાઇ છે, આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે ૯ કલાકે ૨૦૯.૭૮૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૪૧ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૧,૧૫,૮૬૯ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે