ગુજરાત માટે ખુશીના સમાચાર:ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે

ગુજરાત માટે ખુશીના સમાચાર:ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે

ગુજરાત માટે ખુશીના સમાચાર:ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટસ યોજાશે

ગુજરાતમાં પહેલીવાર ૩૬ મી નેશનલ ગેમ્સ યોજાવવા જઇ રહી છે . તા .૨૭ મી સપ્ટેમ્બરથી ૧૦ મી ઓક્ટોબર સુધી દેશના ૨૦ હજારથી વધુ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લેશે . આ નેશનલ ગેમ્સ માટે ગુજરાત યજમાન બન્યુ છે ત્યારે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે . મહત્વની વાત એછેકે , રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ આકર્ષણનું કેન્દ્ર બનશે . ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સ યોજવા માટે ગુજરાતને યજમાની સોંપી છે . અધિકારિક સૂત્રોના મતે , રાજ્યમાં અમદાવાદ , સુરત , રાજકોટ , ગાંધીનગર , વડોદરા અને ભાવનગરમાં વિવિધ રમતો યોજાનાર છે . જોકે , કયાં કઇ રમત રમાશે તે અંગે હજુ નક્કી કરાયુ નથી . અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રમતો રમવા માટે કેવી કેવી સુવિધા ઉપલબ્ધ છે તે જોવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘની એક કમિટી ગુજરાત આવી પહોંચી છે . આ કમિટીએ સ્ટેડિયમ , રમતના મેદાનો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્સચર જોઇ ગુજરાતની પ્રશંસા કરી છે .ગુજરાતમાં પહેલી વખત યોજાતા નેશનલ ગેમ્સની તૈયારીઓ જોર શોર થી ચાલી રહી છે