જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન, સાત દિવસ રહેશે બંધ

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન, સાત દિવસ રહેશે બંધ

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન, સાત દિવસ રહેશે બંધ

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખુબ જ મહત્વ હોય છે અને આ તહેવારોમાં લોકો જુદા જુદા સ્થળોએ ફરવા જતા હોય છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમમાં રાજકોટ સહીત તમામ માર્કેટિંગ યાર્ડ સાત દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ માર્કેટિંગ યાર્ડની યાદી મુજબ તારીખ 15મી ઓગસ્ટથી તારીખ 21 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. તારીખ 22મીથી ફરીથી જણસીની હરરાજી શરૂ થશે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં સાતમ આઠમમાં તહેવારનું ખુબ જ મહત્વ ધરાવે છે અને આ તહેવાર દિવાળી બાદ સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાંથી લોકો નજીકના સ્થળોએ તેમજ ગુજરાતની બહાર ફરવા નીકળી જાય છે. લોકો પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળે છે. આમાં માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહે છે. તારીખ 15મી ઓગસ્ટના રોજ માર્કેટિંગ યાર્ડ સત્તાવાર રીતે રાજા પાળશે અને સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં જુદી જુદી જગ્યાએ ઉત્સવો અને યાત્રાઓ નીકળતી હોય છે તો કેટલાય સ્થળોએ મેળાઓ યોજાઈ છે ત્યારે રાજકોટમાં મોટાભાગના ધંધા રોજગાર બંધ રહે છે.