ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં બે દિવસમાં પાણીના જથ્થામાં 4 ટકા જેટલો વધારો નોંધાયો

ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં બે દિવસમાં પાણીના જથ્થામાં 4 ટકા જેટલો વધારો નોંધાયો

ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં બે દિવસમાં પાણીના જથ્થામાં 4 ટકા જેટલો વધારો નોંધાયો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીના જથ્થામાં વધારો નોંધાયો ઉલ્લેખનિય છે કે ઉત્તર ગુજરાતની જીવ દોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં 6944 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જ્યારે ધરોઈ ડેમની સપાટી 607.28 ફૂટ પર પહોંચી છે જ્યારે ધરોઈ ડેમમાં હાલમાં 51.31 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે જ્યારે ગત રોજ 11-8-2022 ના સવારે 8 કલાકે ધરોઈ ડેમમાં 47.12 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો હતો ત્યારે 2 દિવસમાં ધરોઈ ડેમમાં 4 ટકા જેટલો પાણીના જથ્થામાં વધારો નોંધાયો છે  તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા સતલાસણા ખાતે આવેલ  ધરોઈ ડેમ એ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ૧૨ શહેરો તેમજ ૭૦૦ જેટલાં ગામડાને પીવાનુ પાણી પુરૃ પાડવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ખેડૂતોને સિંચાઈનુ પાણી પણ આપવામાં આવે છે ત્યારે હાલમાં પાણીની આવકને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે