જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે - મુખ્યમંત્રી

જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે - મુખ્યમંત્રી

જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે - મુખ્યમંત્રી

આખો દેશ આજે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. નરેન્દ્રભાઇએ આવા વીર શહિદોની સ્મૃતિ અને આપણા રાષ્ટ્રિય ત્રિરંગાની આન-બાન-શાન પ્રત્યે જન-જનમાંરાષ્ટ્રભાવ જગાવવાનું આહવાન કર્યુ છે. આવનારી તા. ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમમાં જોડાઇને ગુજરાતમાં આ સાબરકાંઠા જિલ્લા સહિત તમામ જિલ્લા-નગરોમાં ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું. ઉપરોક્ત વાત સાબરકાંઠામાં સાબરડેરીના યોજાયેલા કાર્યક્રમાં મુખ્યમંત્રીએ કહી હતી.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશનનો જમાનો છે. ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાન સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે ત્યારે રૂપિયા ૩૦પ કરોડનો પાવડર પ્લાન્ટ, રૂપિયા ૧રપ કરોડનો ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા ૬૦૫ કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુએડીશન ક્ષેત્રે સાબરડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ આવકાર્ય છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો-પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી સૌને આશા છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવજીની ઉપાસના આરાધનાનો આ મહિનો છે. ગુજરાતના પશુપાલન ક્ષેત્રની ઉન્નતિ અને વિકાસ માટે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દૂઘ ઉત્પાદન એક અલગ વ્યવસાય તરીકે ઉભર્યું છે. સાબરાકાંઠા- બનાસકાંઠા જિલ્લાઓના વિકાસના પાયામાં દૂઘ ઉત્પાદક મહિલાઓનું યોગદાન અનોખું છે. ખેતીની સાથે પશુપાલ વ્યવસાયમાં મહિલાઓ આજે અગ્રેસર બની છે અને તેના પગલે પરિવારોમાં સમુદ્ધિ વધી છે. સાબર ડેરીએ પશુપાલકોના જીવનમાં નવો ઉજાશ લાવી છે અને આજના પ્રકલ્પોના પગલે પશુપાલકોના જીવનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશને સહકારથી સમૃદ્ધીનો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનોઅમૃતકાળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.