સરકારે બદલ્યા નિયમ, આધાર કાર્ડ અપડેટ નહીં હોય અથવા તો નંબર રજીસ્ટ્રેશન નહીં તો, કોઈ લાભ મળશે નહીં

સરકારે બદલ્યા નિયમ, આધાર કાર્ડ અપડેટ નહીં હોય અથવા તો નંબર રજીસ્ટ્રેશન નહીં તો, કોઈ લાભ મળશે નહીં

સરકારે બદલ્યા નિયમ, આધાર કાર્ડ અપડેટ નહીં હોય અથવા તો નંબર રજીસ્ટ્રેશન નહીં તો, કોઈ લાભ મળશે નહીં

જો આપની પાસે આધાર કાર્ડ નથી, અથવા તો આપનો આધાર નંબર રજીસ્ટ્રેશન નથી કરાવ્યો તો, આપને કેટલીય સરકારી યોજનાઓનો લાભ મળશે નહીં. એક રિપોર્ટ અનુસાર યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, સરકારી યોજનાઓ અને સબ્સિડીનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. તેના માટે મંત્રાલય અને રાજય સરકારનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ સર્કુલરમાં રાજ્ય સરકારો અને મંત્રાલયોને કહેવામાં આવ્યું છે કે તે નક્કી કરે છે કે, ફક્ત આધાર રાખનારા નાગરિકોને જ યોજનાઓ અને સબ્સિડીનો લાભ આપે. 

કડક થયા હવે નિયમો

આ રિપોર્ટ અનુસાર, હવે આધારના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. આધાર માટે હાલની સૂચનાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તો તે અન્ય દસ્તાવેજો બતાવીને સબસિડીનો લાભ લઈ શકે છે. જો કે, પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તો તેણે તેના માટે અરજી કરવી જોઈએ અને અરજીના બદલામાં મળેલી રસીદ અથવા નોંધણી સ્લિપ બતાવીને જ સબસિડી અથવા સરકારી યોજનાના લાભ માટે દાવો કરવો જોઈએ. એટલે કે, તે સ્પષ્ટ છે કે સબસિડીનો લાભ લેવા માટે, તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે અથવા આધાર મેળવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી પાસે રસીદ હોવી આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ પાસે આધાર નથી કે તેણે આધાર માટે અરજી કરી નથી, તો તે અન્ય દસ્તાવેજો બતાવીને સરકારી છૂટ મેળવી શકશે નહીં.

શા માટે કડક થયા આ નિયમો

સરકાર સબ્સિડી પર છૂટ આપવામાં થતી છેતરપીંડ અને લીકેજને રોકવા માટેની કોશિશ કરી રહી છે. આધાર કાર્ડ આ લીકેજને રોકવા માટે જ શરુ કરવામાં આવ્યું છે. હવે તેના માટે જે જોગવાઈઓ કરવામા આવી છે કે, તેને અત્યંત કડક કરી દીધી છે. જેથી ખોટા લોકો તેનો ફાયદો ઉઠાવી શકે નહીં. નવા સર્કુલર નક્કી કરવા માટે સબ્સિડીનો ફાયદો એવા લોકોને જ મળશે, જેમને આધાર કાર્ડ સાથે જોડાયેલ હોય અથવા તો હાલમાં તે પ્રક્રિયામાં હોય. સર્કુલર અનુસાર દેશમાં 99 ટકા પુખ્ત લોકો પાસે આધાર છે, ત્યારે આવા સમયે આધાર કાર્ડ સાથેની નાની મોટી ખામીઓ પણ દૂર કરી શકાય છે. સરકાર હાલમાં સસ્તાદરે અનાજ આપી રહી છે, ઓછા વ્યાજે લોન પણ આવી રહી છે આવી તો અનેકો યોજનાઓ છે, જે આધાર કાર્ડની મદદ વગર આપને મળશે નહીં.