લેપ્સ પોલિસીવાળાને LICએ આપી ખુશખબર, શરૂ થઈ આ ખાસ સુવિધા

લેપ્સ પોલિસીવાળાને LICએ આપી ખુશખબર, શરૂ થઈ આ ખાસ સુવિધા

લેપ્સ પોલિસીવાળાને LICએ આપી ખુશખબર, શરૂ થઈ આ ખાસ સુવિધા

જો તમારી કોઈપણ એલઆઈસી  પોલિસી લેપ્સ (LIC policy lapsed) થઈ ગઈ છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. એલઆઈસી (LIC) એ ગ્રાહક માટે પર્સનલ વીમાવાળી પોલિસીને ફરીથી ચાલુ કરવાની તક આપવા માટે એક વિશેષ ડ્રાઇવ (Special Drive) શરૂ કરી છે. LIC દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યૂલીપ (ULIPs) સિવાય તમામ પોલિસીને લેટ ફી માફી સાથે વિશેષ અભિયાન હેઠળ ફરીથી કરી શકાય છે. આ અભિયાન 17 ઓગસ્ટથી શરૂ થશે અને 21 ઓક્ટોબર, 2022 સુધી ચાલશે.

5 વર્ષની અંદર ચાલુ કરી શકાય છે

નિવેદન મુજબ યૂલિપ (ULIP) સિવાયની તમામ પોલિસીને અમુક શરતોને આધીન પ્રથમ પ્રીમિયમમાં ડિફોલ્ટ (Premium Default) થયાની તારીખથી 5 વર્ષની અંદર ફરીથી ચાલુ કરી શકાય છે. વીમા કંપનીએ જણાવ્યું કે માઇક્રો-ઇન્શ્યોરન્સ પોલિસી માટે લેટ ફી પર 100 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેથી જોખમને કવર કરી શકાય.

25 ટકા સુધીની છૂટ

આ વિશેષ ઝુંબેશ એવા પોલિસી હોલ્ડર્સ માટે શરૂ કરવામાં આવી છે જેઓ કોઈપણ કારણસર પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ હતા અને તેમની પોલિસી બંધ કરી દેવામાં આવી હતી. LIC મુજબ એક લાખ રૂપિયા સુધીના કુલ પ્રીમિયમ પર લેટ ફીમાં 25 ટકાની છૂટ આપવામાં આવશે.

મહત્તમ છૂટ મર્યાદા 3500 રૂપિયા

મહત્તમ છૂટ મર્યાદા 2,500 રૂપિયા છે. જ્યારે 1 થી 3 લાખ રૂપિયાના પ્રીમિયમ માટે, મહત્તમ મુક્તિ મર્યાદા 3,000 રૂપિયા છે. તેવી જ રીતે 3 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ પર 30 ટકા રિબેટ આપવામાં આવશે અને લેટ ફીમાં મહત્તમ 3,500 રૂપિયાની છૂટ આપવામાં આવશે.

પોલિસીને ફરીથી કરો સક્રિય

વીમા કંપનીએ જણાવ્યું કે કોવિડ 19 મહામારીએ વીમા સુરક્ષાની જરૂરિયાત પર ભાર આપ્યું છે અને તે અભિયાન એલઆઈસીના પોલિસી હોલ્ડર્સ માટે પોતાની પોલિસી ફરીથી સક્રિય કરાવવાની એક સોનેરી તક છે.