દેશભક્તિમાં તરબોળ ગીર ગઢડા, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નીકળી તિરંગા યાત્રા

દેશભક્તિમાં તરબોળ ગીર ગઢડા, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નીકળી તિરંગા યાત્રા

દેશભક્તિમાં તરબોળ ગીર ગઢડા, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નીકળી તિરંગા યાત્રા

ગીર સોમનાથ, તા. ૧૪: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે શ્રી અભિનવ વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતેથી ગીર ગઢડા તાલુકા પંચાયત ના વિકાસ અધિકારી પટેલ સાહેબ અને શાળાના આચાર્ય રત્નેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ગીર ગઢડાના ઉકાભાઇ વાઘેલા મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, ચેમ્બરના પ્રમુખ મુકેશભાઈ ગાંધી, જિલ્લા પંચાયતના સભ્ય ધીરુભાઈ મકવાણા અને અગ્રણી ધીરુભાઈ ખોખર, કાળુભાઈ રૂપાણી તેમજ ગીર ગઢડા ગામની સામાજિક સંસ્થાના આગેવાનો અને શાળા પરિવારના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયેલ હતા. ‘ભારત માતાકી જય’ અને ‘જય હિન્દ’ ના નારાઓ સહિત આ તિરંગા યાત્રા જ્યારે સમગ્ર ગીર ગઢડાના જાહેર માર્ગો પર ફરી હતી ત્યારે સમગ્ર ગામ દેશભક્તિના વાતાવરણમાં તરબોળ થયું હતું. આ તિરંગા યાત્રામાં ગીર ગઢડા પોલીસ સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યાર બાદ ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ કતારમાં ગોઠવાઈ અને “આન બાન શાન” દ્રશ્યમાન થાય તેવી રીતે હારમાળા રચી હતી.