પોરબંદરનાં દરિયામાંથી શંકાસ્પદ ઇરાની બે બોટ ઝડપાઇ ! : કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી

પોરબંદરનાં દરિયામાંથી શંકાસ્પદ ઇરાની બે બોટ ઝડપાઇ ! : કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી

પોરબંદરનાં દરિયામાંથી શંકાસ્પદ ઇરાની બે બોટ ઝડપાઇ  ! : કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી

ગુજરાતની સંવેદનશીલ દરિયાઇ સીમમાંથી અવાર-નવાર નશીલા પદાર્થનો જથ્થો મળી આવે છે. તેવા સમયે પોરબંદરનાં દરિયાઇ સીમા નજીકથી ઇરાનની બે શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી છે. અને આ બે બોટોને પોરબંદર ખાતે લાવી અને તપાસ શરૂ કરવામાં આવી રહી છેે. જોકે સતાવાર રીતે સુરક્ષા એજન્સી દ્વારા કોઇ વિગતો આપવામાં આવી નથી. આ બન્ને બોટોમાં નશીલો પદાર્થ હોવાની પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. હાલ ચોમાસાનાં સમયમાં દરિયો તોફાની બન્યો છે અને માછીમારીની સીઝન બંધ છે તેવા સમયે પોરબંદર નજીકનાં દરિયામાંથી બે બોટો પસાર થતી હતીં. આથી કોસ્ટગાર્ડનું શીપ તુરંત જ આ બન્ને બોટો પાસે પહોંચી ગયું હતું તેવુ જાણવા મળી રહ્યું છે. અને આ બોટો ઇરાનની હોવાનું બહાર આવ્યું હતું. કોસ્ટગાર્ડ આ બોટોને પોરબંદરનાં ઓલવેધર પોર્ટ ખાતે લાવ્યું હોવાનું જાણવા મળી રહયું છે. અને આ બોટોની સુરક્ષા એજન્સીઓ તેમજ એસોજી, એનસીબીએ પણ તપાસ શરૂ કરી છે તેવુ જાણવા મળી રહ્યું છે. અને આ જહાજમાં નશીલો પદાર્થ હોવાની પણ શક્યતાઓ રહેલી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બોટમાં નશીલો પદાર્થ છે કે કેમ તેને લઇને સુરક્ષા એજન્સી દ્વારા કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.