સાયબર માફિયાઓથી કલેક્ટર પણ સુરક્ષિત નહિ

સાયબર માફિયાઓથી કલેક્ટર પણ સુરક્ષિત નહિ

*સાયબર માફિયાઓથી કલેક્ટર પણ સુરક્ષિત નહિ...*

ભરૂચના અધિક નિવાસી કલેકટર હોમ લોન લેવા ગયા અને 4 વર્ષ પહેલાં 86 હજારનો Iphone નો હપ્તો ચાલતો હોવાનું જાણી હચમચી ગયા. 
    HDFC માં ઇન્કવાયરીમાં ભરૂચ RAC જે. ડી. પટેલને બેંકે કહ્યું સર તમારા નામે તો ચાલે છે માતબર લોન
નોઈડા IDFC ફર્સ્ટ બેન્કમાંથી કલાસ વન અધિકારીના નામ, આધાર અને પાનકાર્ડનો ઉપયોગ કરી ખરીદાયેલો એપલ નો ફોન સાયબર ક્રાઈમ હવે આધુનિક અને ડિજિટલ યુગમાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સામાન્ય આદમી તો આમાં ભેરવાઇ જાય છે પણ કોઈ કલાસ વન અધિકારી તેનો ભોગ બને ત્યારે સમાજ પણ ચોંકી અને સમસમી ઉઠે.
આવું જ કંઈક બન્યું છે, ભરૂચના નિવાસી અધિક કલેકટર RAC જે.ડી.પટેલ સાથે. તેઓ કોઈ સાયબર ક્રાઈમનો ભોગ નથી બન્યા પણ તેમના નામ, આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે તેમની સાથે રૂ.85,990 ની છેતરપિંડી થઈ છે. 
   ભરૂચના RAC જયસુખ ધીરૂભાઈ પટેલે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર છેતરપિંડીનો મામલો ઘણો સંદિગ્ધ છે. એક કલાસ વન અધિકારીનાં ડોક્યુમેન્ટનો ઉપયોગ કેવી અને કઈ રીતે કરી દિલ્હી નોઈડા બેઠા બેઠા લોન લેવાઈ તે પણ આઈફોન iPhone ખરીદવા તે પણ સાયબર સેલને પણ મુંઝવણમાં મૂકી દે તેવી ઘટના છે. 
   વાત છે RAC જે. ડી. પટેલ ભરૂચ HDFC બેંકમાં હોમ લોન લેવા માટે ઇન્કવાયરી કરવા ગયા હતાં. જેમાં તેઓના નામે માતબર લોન રૂ.85,990 ની ચાલતી હોવાનું બેંકે જણાવતા તેઓ શોક થઈ ગયા હતા. 
   સીબીલ સ્કોર ચેક કરાવતા ખબર પડી કે તેમના નામે વર્ષ 2018 માં 29 મે ના રોજ નોઈડા IDFC ફર્સ્ટ બેંકમાંથી લોન લેવાઈ હતી. જે એક આઈફોન લેવા રી.85,990 ની લોનમાં તેમના નામ, આધાર કાર્ડ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે તમામ હકીકત તેમને અંક્લેશ્વરમાં આવેલી IDFC ફર્સ્ટ બેંકની બ્રાન્ચમાં તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો.