બેંક ઓફ બરોડાએ કરી નવી સ્કીમ લોન્ચ! હવે FD પર મળશે વધુ રિટર્ન

બેંક ઓફ બરોડાએ કરી નવી સ્કીમ લોન્ચ! હવે FD પર મળશે વધુ રિટર્ન

બેંક ઓફ બરોડાએ કરી નવી સ્કીમ લોન્ચ! હવે FD પર મળશે વધુ રિટર્ન

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા રેપો રેટ (RBI Repo Rate) માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી, બેંક ગ્રાહકોને આકર્ષવા માટે તેની ફિક્સ ડિપોઝિટ (Fixed Deposit Rates) અને સેવિંગ એકાઉન્ટ (Saving Bank Account) ના વ્યાજમાં સતત વધારો કરી રહી છે. દરોમાં વધારો કરી રહી છે. આ સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર અને અમૃત મહોત્સવના અવસર પર ઘણી બેંકોએ ખાસ એફડી સ્કીમ શરૂ કરી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને કર્ણાટક બેંક જેવી બેંકોના નામ સામેલ છે. હવે આ યાદીમાં વધુ એક મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા (Bank of Baroda) નું નામ પણ જોડાઈ ગયું છે. બેંકે સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી માટે બરોડા તિરંગા ડિપોઝિટ (Baroda Tiranga Deposits) સ્કીમ નામની નવી FD સ્કીમ લોન્ચ કરી છે.

આ સ્કીમ દ્વારા ગ્રાહકોને સામાન્ય એફડીના વ્યાજ દરો કરતાં વધુ રિટર્ન આપવામાં આવશે. બેંકે આ વિશેષ યોજના 15 ઓગસ્ટ 2022ના રોજ શરૂ કરી છે. આ યોજનાની વિશેષતા એ છે કે આ યોજના હેઠળ, તમે 16 ઓગસ્ટ 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે 2 કરોડ સુધીની FD મેળવી શકો છો. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો અમે તમને આ સ્કીમ પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ (Baroda Tiranga Deposits) હેઠળ અફડી સ્કીમ પર ગ્રાહકોને કેટલો વ્યાજ મળશે.

બરોડા તિરંગા ડિપોઝિટ્સ પર મળતો વ્યાજ દર

બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ હેઠળ 444 દિવસની એફડી પર 5.75 ટકા વ્યાજ મળશે. બીજી તરફ 555 દિવસની FD પર તમને 6.00 ટકા રેટ ઓફ ઈન્ટરેસ્ટ મળશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ વધુ રિટર્ન મળશે. આ સ્કીમ હેઠળ તમને 0.50 ટકા વધુ વ્યાજ મળે છે. આવી 444 દિવસની એફડી સ્કીમ પર 6.25 ટકા અને 555 દિવસની એફડી પર 6.50 ટકા વ્યાજ સીનિયર સિટીઝનને મળી રહ્યું છે.


SBI એ લોન્ચ કરી એસબીઆઈ ઉત્સવ ડિપોઝિટ સ્કીમ

SBI એ 15મી ઓગસ્ટના ખાસ અવસર પર એસબીઆઈ ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ (SBI Utsav Fixed Deposit Scheme) પણ શરૂ કરી છે. આ યોજના હેઠળ બેંક 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર 15 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. 1 થી 2 વર્ષની એફડી પર 5.40 ટકા અને 5 થી 10 વર્ષની એફડી પર 5.65 ટકા વ્યાજ મળી રહ્યું છે.