ધી બારડોલી નાગરિક સહકારી બેન્કની 48મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

ધી બારડોલી નાગરિક સહકારી બેન્કની 48મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

ધી બારડોલી નાગરિક સહકારી બેન્કની 48મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

બારડોલી નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

બારડોલી : બારડોલી નાગરિક સહકારી બેન્કની 48મી વાર્ષિક સાધારણ સભા શનિવારના રોજ જે.એમ.પટેલ હાઈસ્કૂલના હૉલમાં પ્રમુખ ડૉ. ચેતન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં મેનેજિંગ ડાયરેક્ટર પુષ્પકાંત પાંડેએ બેન્કની પ્રગતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ઝીરો પરસેન્ટ NPA સાથે 2.55 કરોડનો નફો ધરાવતી બેન્ક ઘણા વર્ષોથી અ વર્ગપ્રાપ્ત કર્યો છે. તેમણે બેન્કની સધ્ધરતા સાથે 11 ટકા ડિવિડંડની ભલામણ કરી હતી. બેન્કના પ્રમુખ ડૉ. ચેતન પટેલે આધુનિક ટેક્નોલૉજી વિષય પર ડિજિટલ ડેટા મુજબ બેન્કમાં નાણાકીય વહીવટ ઓનલાઈન કરી રીતે થઈ શકે તેમજ OTP અને પાસવર્ડનો દુરુપયોગ ન થાય તે માટે સભાસદોને મોબાઇલ, ગૂગલ, ઇન્સ્ટાગ્રામ વિષે રસપ્રદ માહિતી આપી હતી. બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગૌતમ વ્યાસે દેશના બજેટ વિષે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં 900 કરોડ રૂપિયાની માતબર રકમ સહકાર ક્ષેત્રને ફાળવવામાં આવતા સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બેન્કના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન એમ.ડી. પાંડેએ તથા આભાર વિધિ વાઇસ ચેરમેન હીરાચંદ શાહે કરી હતી