બેટી બચાવો, બેટી પઢાવો દિવસ અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો

બેટી બચાવો, બેટી પઢાવો દિવસ અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો

બેટી બચાવો, બેટી પઢાવો દિવસ અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી નાગરિકોને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાની રમતવીર છાત્રાઓને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એ. બી. પાંડોરે જણાવ્યું કે, આપણે દિકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ. આ માટે તેમને તમામ સુવિધાઓ કરી આપવી એ આપણી ફરજ છે. સરકાર દ્વારા પણ આ માટે વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેનો અવશ્ય લાભ લેવો જોઇએ.તેમણે એમ પણ જણાવ્યું કે, જિલ્લામાં દિકરીઓ ભણીને ઉજ્જવળ કારકિર્દી ઘડતર કરી શકે તે માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેઓ જિલ્લામાંથી જ ઉચ્ચ અભ્યાસ પણ કરી શકે છે. આ માટે બહારના જિલ્લામાં જવાની પણ જરૂર નથી. સાથે સાથે રમત ગમતમાં પણ આગળ વધવું જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી પી.આર.પટેલે મહિલાલક્ષી યોજનાઓ, મહિલાઓના અન્ય કાયદાકીય હકો અંગે વિગતવાર માહિતી આપી હતી.કાર્યક્રમમાં આઇસીડીએસ પ્રોગામ ઓફિસર રમીલાબેન ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ.જી.કુરેશી સહિતના અધિકારી ઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.