સરકારે શહેરોમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ માટે ફ્યૂલ સપ્લાય વધાર્યું, CNG-PNG ના ગ્રાહકોને મળશે મોટી રાહત

સરકારે શહેરોમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ માટે ફ્યૂલ સપ્લાય વધાર્યું, CNG-PNG ના ગ્રાહકોને મળશે મોટી રાહત

સરકારે શહેરોમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ માટે ફ્યૂલ સપ્લાય વધાર્યું, CNG-PNG ના ગ્રાહકોને મળશે મોટી રાહત

તમારા માટે મોટા સમાચાર છે કારણ કે દેશમાં CNG અને PNGની કિંમતમાં ઘટાડો થવાની આશા છે. CNG અને પાઈપ્ડ રાંધણ ગેસ (PNG) ના ભાવ ઘટાડવા માટે સરકારે ઉદ્યોગોમાંથી શહેરની ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓને કુદરતી ગેસનો અમુક જથ્થો ફાળવ્યો છે. આ નિર્ણય ગઈકાલે એટલે કે બુધવારે લેવામાં આવ્યો હતો.

બુધવારે જારી કરાયેલ એક નોટિફિકેશનમાં પેટ્રોલિયમ મંત્રાલયે સ્થાનિક રીતે ઉત્પાદિત ગેસની ફાળવણી વધારવા માટે શહેરમાં ગેસ વિતરકોને અગાઉના આદેશમાં સુધારો કર્યો હતો. દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) અને મુંબઈની મહાનગર ગેસ લિમિટેડ (MGL) જેવી શહેરોમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કરતી કંપનીઓ માટે ફાળવણી 1.75 કરોડ ક્યૂબિક પ્રતિ દિવસ  વધારી 2.078 કરોડ ક્યૂબિક મીટર કરવામાં આવી છે. 

વારંવાર વધી રહ્યા ગેસના ભાવ

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓએ ઊંચી કિંમતે આયાતી એલએનજીની જોગવાઈ અંગે ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આ કારણે સીએનજી અને પાઇપ્ડ એલપીજીની કિંમતો વારંવાર વધી રહી છે. વધેલી ફાળવણી દેશમાં વાહનો માટે પાઇપ્ડ LPG અને CNG સપ્લાયની 94 ટકા માંગને પહોંચી વળશે. અત્યાર સુધી લગભગ 83 ટકા માંગ તેના દ્વારા પૂરી કરવામાં આવતી હતી અને બાકીની ફાળવણી ગેઇલ દ્વારા એલએનજીની આયાત દ્વારા પૂરી કરવામાં આવતી હતી.

ગેસના ભાવમાં કેટલો ઘટાડો થશે

અગાઉની વ્યવસ્થા હેઠળ ગેઇલ એલએનજી સાથે ઘરેલૂ સ્તર પર ઉપલબ્ધ ગેસની સરેરાશ કિંમતના આધારે તેની સપ્લાય કરતી હતી. આ વર્તમાન મહિના માટે કિંમત 10.58 ડોલર પ્રતિ યુનિટ બેસે છે. સુધારા પછી ગેસની કિંમત ઘટીને પ્રતિ યુનિટ 7.5 ડોલર થઈ જશે. ગેલ એલપીજી (GAIL LPG) અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે ફાળવણી ઘટાડીને શહેરોમાં ગેસ વિતરકોને પુરવઠો વધારશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત આખા દેશમાં ગેસના ભાવમાં નિરંતર ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારનો આ નિર્ણય લોકોને રાહત આપનારો છે.