સેમસંગના બે 5G ફોનનું ભારતમાં વેચાણ શરૂ

સેમસંગે હાલમાં જ બે 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને હવે તેનું વેચાણ શરૂ થઇ ગયું છે. આ ફોનના નામ છે સેમસંગ ગેલેક્સી એ 25 5જી અને સેમસંગ ગેલેક્સી એ15 5જી. સેલની સાથે જ કેશબેકની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વધુમાં વધુ 3000 રૂપિયા સુધીની બચત કરવાની તક મળશે. આવો જાણીએ બંને હેન્ડસેટના ફીચર્સ, કેમેરા અને ઓફર વિશે.

સેમસંગના બે 5G ફોનનું ભારતમાં વેચાણ શરૂ

સેમસંગે હાલમાં જ ભારતમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તેમના નામ સેમસંગ ગેલેક્સી એ ૨૫ અને સેમસંગ ગેલેક્સી એ ૧૫ છે. આ બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 6.5 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ચાલો સેમસંગ ગેલેક્સી એ સિરીઝના આ બે ફોન વિશે વિગતવાર જાણીએ.

સેમસંગ ગેલેક્સી A25 5G બે વેરિએન્ટમાં આવે છે, જે 8GB+128GB (26,999) અને 8GB+256GB (29,999) છે. તેને બ્લૂ, યલો અને બ્લૂ બ્લેક કલર એમ ત્રણ કલર વેરિએન્ટમાં ખરીદી શકાય છે. એસબીઆઈ કાર્ડ ધારકો આના પર 3,000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ15 5જી સ્માર્ટફોન બે વેરિએન્ટમાં આવે છે, જે 8જીબી+128જીબી અને 8જીબી+256જીબી વેરિઅન્ટમાં આવે છે. પ્રારંભિક વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે, જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,499 રૂપિયા છે. આ ફોન ત્રણ કલર વેરિએન્ટમાં આવે છે, જેમાં બ્લૂ, લાઇટ બ્લૂ અને બ્લૂ બ્લેકનો સમાવેશ થાય છે. એસબીઆઈ કાર્ડની મદદથી તમે 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.

સેમસંગ ગેલેક્સી A25 5G સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી A25 5Gમાં 6.5 ઇંચની FHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1080x2340 પિક્સલનું છે. તેમાં ૧૨૦ હર્ટ્ઝ રિફ્રેશ રેટ મળશે. સેમસંગનો આ ફોન ઓક્ટા-કોર એક્સીનોસ 1280 એસઓસી દ્વારા સંચાલિત છે, જેની સાથે 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

આ ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ અને નોક્સ સિક્યોરિટી સાથે આવે છે. તેમાં 5000mAhની બેટરી મળશે, જેમાં 25W ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી A25 5G કેમેરા સેટઅપ

સેમસંગ ગેલેક્સી A25 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ૮ એમપી અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ૨ એમપી મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13MPનો કેમેરો છે.

સેમસંગ ગેલેક્સી A15 5G સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી A15 5Gમાં 6.5 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન ૧૦૮૦x૨૩૪૦ પિક્સેલ્સ અને ૯૦હર્ટ્ઝનું રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. આ ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6100+ ચિપસેટ છે. જેમાં 8 જીબી રેમ અને 128 જીબી/256 જીબી સ્ટોરેજ મળશે.

સેમસંગ ગેલેક્સી A15 5G કેમેરા સેટઅપ

સેમસંગ ગેલેક્સી A15 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આમાં યૂઝર્સને 50MP પ્રાઇમરી સેન્સર મળશે. ગૌણ કેમેરામાં ૫ એમપી અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને ૨ એમપીનો મેક્રો કેમેરો છે. 13MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 5000mAhની બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.