U.V જૂથની બેનામી સંપત્તિઓ અંગે CGST દ્વારા આવકવેરાને જાણ કરાઇ આજે તપાસ માટે સીજીએસટીના કમિશનર મદનમોહનસિંઘ આજે ભાવનગરમાં હાલારી જૂથના દરોડામાં મળેલી 13 પેઢીઓની સઘન

U.V જૂથની બેનામી સંપત્તિઓ અંગે CGST દ્વારા આવકવેરાને જાણ કરાઇ આજે તપાસ માટે સીજીએસટીના કમિશનર મદનમોહનસિંઘ આજે ભાવનગરમાં હાલારી જૂથના દરોડામાં મળેલી 13 પેઢીઓની સઘન તપાસનો ધમધમાટ ભાવનગરના નવાપરા અને આતાભાઇ રોડ પર સીજીએસટી દ્વારા હાલારી જૂથ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો પરથી 13 પેઢીઓમાં બોગસ બિલિંગ આચરવામાં આવ્યુ હોવાનું ખુલ્યુ છે. દરમિયાન સીજીએસટી દ્વારા યુ.વી. જૂથની બેનામી સંપત્તિઅનો, આર્થિક બાબતો અંગે આવકવેરા ખાતાને જાણ કરવામાં આવી છે. ભાવનગર સીજીએસટી કમિશનરનો ચાર્જ સંભાળી રહેલા મદનમોહનસિંઘ શનિવારે ભાવનગર આવી રહ્યા છે. સીજીએસટી દ્વારા યુ.વી.જૂથની ઉપલબ્ધ વિગતો આવકવેરાને પણ આપવામાં આવી છે, તેથી હવેની તપાસમાં આવકવેરા ખાતુ પણ ઉમેરાઇ રહ્યું છે.ઉસ્માન હાલારીની આતાભાઇ રોડ પર સ્વરા લેન બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં સીજીએસટીના અધિકારીઓને દરોડા દરમિયાન જે દસ્તાવેજ મળી આવ્યા હતા તેના આધારે તપાસ શરૂ જે દસ્તાવેજ મળી આવ્યા હતા તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 13 પેઢીઓ સાથે બોગસ બિલિંગના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું ખુલ્યુ છે. દરમિયાન સિહોરની સોહમ એન્ટરપ્રાઇઝ, નારીની તિરૂપતિ એન્ટરપ્રાઇઝની તપાસ કરતા આ બંને પેઢીઓનું દર્શાવેલા સરનામે કોઇ અસ્તિત્વ મળી આવ્યુ ન હતુ. જ્યારે નારી ગામમાં શુક્રવારે મોડી સાંજે એસ.એમ.એલ. એન્જીનિયરિંગ પર તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ પેઢીઓને ઉસ્માન હાલારીના જૂથ દ્વારા બિલ આપવામાં આવતા હતા. સીજીએસટીના તપાસનીશ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર કૌભાંડનો આંકડો 125 કરોડથી પણ વધવાની શક્યતાઓ છે, તપાસ હજુ ચાલી રહી છે. હાલારી જૂથના હુમલામાં દેવેન્દ્રસિંઘને ફ્રેકચર થયુ દરોડા દરમિયાન અધિકારીઓ પર હાલારી જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલા દરમિયાન સીજીએસટી ઇન્સપેક્ટર દેવેન્દ્રસિંઘને પગમાં ધોકા મારવામાં આવતા ફેકચર થઇ ગયુ છે અને તેઓની તબીબી સારવાર ચાલી રહી છે.