WhatsApp અપડેટઃ અમેઝિંગ ફીચર, ઘણા સમયથી જોવાઇ રહી હતી રાહ, ઉપયોગ કરવો ખૂબ જ આસાન

WhatsApp અપડેટઃ અમેઝિંગ ફીચર, ઘણા સમયથી જોવાઇ રહી હતી રાહ, ઉપયોગ કરવો ખૂબ જ આસાન

WhatsApp અપડેટઃ અમેઝિંગ ફીચર, ઘણા સમયથી જોવાઇ રહી હતી રાહ, ઉપયોગ કરવો ખૂબ જ આસાન

વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ ઉમેરતું રહે છે. થોડા સમય પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર મેસેજ રિએક્શન ફીચર ઉમેરવામાં આવ્યું છે. એપ એ આ ફીચર એન્ડ્રોઇડ, iOS અને વેબના ત્રણેય પ્લેટફોર્મ પર ઉમેર્યું છે. રિએક્શન ફીચર ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોવા મળતા ફીચર જેવું જ છે.

તેની મદદથી યુઝર્સ કોઈપણ મેસેજ કે ફાઇલને નવી રીતે એક્સેસ કરી શકે છે. પહેલા આ ફીચરમાં માત્ર 6 ઈમોજી ઓપ્શન મળતા હતા. હવે કંપની તેનું વિસ્તરણ કરી રહી છે. એટલે કે હવે યુઝર્સને મેસેજ રિએક્શનમાં માત્ર 6 નહીં પરંતુ વધુ ઓપ્શન મળશે.

યુઝર્સ હવે તેમની પસંદગીના ઇમોજીનો ઉપયોગ કરી શકશે. વોટ્સએપનું આ ફીચર લેટેસ્ટ એન્ડ્રોઇડ અને iOS બીટા અપડેટ્સમાં જોવા મળ્યું છે. યુઝર્સને એપ્લિકેશનમાં એક નવું + બટન દેખાશે.

આ બટન 6 ઇમોજીની બાજુમાં હશે. આ બટન પર ક્લિક કરીને, તમે તમારા મેસેજ માટે એક નવું ઇમોજી પસંદ કરી શકો છો. જો રિપોર્ટ્સનું માનીએ તો એપ નવા અપડેટમાં પણ સ્ટેબલ વર્ઝન માટે આ ફીચરને રોલ આઉટ કરી રહી છે.

આ રીતે કામ કરશે

જો કે રોલઆઉટ ધીમું છે અને તે બધા .ઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લેશે. હાલમાં યુઝર્સને રિએક્શન માટે 6 ઈમોજીનો ઓપ્શન મળે છે. તેમાં થમ્બ્સ અપ, લાફિંગ, વાહ, સેડ અને પ્રેનો ઓપ્શન આપેલો છે.

નવા અપડેટ પછી, યુઝર્સે ફક્ત + બટનને લોન્ગ પ્રેસ કરવું પડશે, ત્યારબાદ તમે તમારી પસંદગીના કોઈપણ ઇમોજીને પસંદ કરી શકશો. આ ફીચર ઇન્સ્ટાગ્રામ અને સ્લેકના રિએક્શન ફીચર જેવું જ છે.

નવું અપડેટ ક્યારે મળશે?

હાલમાં આ ફીચર એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.16.2 પર મળી રહ્યું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ ફીચર આગામી થોડા દિવસોમાં સ્ટેબલ વર્ઝન પર પણ આવશે. એપ વેબ અને ડેસ્કટોપ વર્ઝનમાં તેની નવા ફીચર પણ ઉમેરશે. આ સિવાય વોટ્સએપ ઘણા નવા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે, જે આપણને જલ્દી જ જોવા મળશે.