જોઈ લો કેવા તેલમાં તળાય છે ફરસાણ! ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય વિભાગે કર્યુ સીલ....

જોઈ લો કેવા તેલમાં તળાય છે ફરસાણ! ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય વિભાગે કર્યુ સીલ....

જોઈ લો કેવા તેલમાં તળાય છે ફરસાણ! ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય વિભાગે કર્યુ સીલ....

શ્રાવણ માસ અને તહેવારોની સીઝનને લઇને ભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે ઉદ્દેશ્યથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ છે.આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કે આરોગ્યને નુકસાન કરે તેવી દુકાનો પર સપાટો બોલાવ્યો હતો.બનારસી સમોસા ભજીયા હાઉસ પર આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન એક જ તેલમાં વારંવાર વાનગી બનાવતા TPCની માત્રા વધુ જોવા મળી હતી. જેથી આરોગ્ય વિભાગે આ દુકાનને સીલ કરી દીધી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ફરસાણ સહિતના દુકાનધારકોમાં આરોગ્ય વિભાગની તપાસ કામગીરીથી ફફડાટ વ્યાપ્યો છે. તહેવારોને પગલે આરોગ્ય વિભાગ એક્શનમોડ માં : ગાંઠીયા, ભજીયા, ફાફડા કે અન્ય કોઇ ફરસાણમાં દુકાનદારો કયા તેલનો તળવા માટે ઉપયોગ કરી રહ્યા છે તેની સીધી રીતે ખબર પડતી નથી. કેટલીક મોટી અને બ્રાન્ડેડ દુકાનદારો તો દાવો કરે છે કે તેઓ શુધ્ધ તેલનો ઉપયોગ કરે છે. જો કે મોટાભાગનાં આ તેલ આખો દિવસ વાપરે છે અને તેઓ તેલ બદલતા નથી. જેના કારણે તે કેન્સર જેવી બિમારીઓ થવાનો ભય રહે છે. એક જ તેલને 3 વખતથી વધુ ગરમ કરવામાં આવે તો તે ઝેર બની જતું હોય છે એટલે કે એ તેલ લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે.