ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં 2%નો થયો ઉછાળો, પ્રથમ ક્વાર્ટરમાં આટલો નફો

ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં 2%નો થયો ઉછાળો, પ્રથમ ક્વાર્ટરમાં આટલો નફો

ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં 2%નો થયો ઉછાળો, પ્રથમ ક્વાર્ટરમાં આટલો નફો

રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી ટાટા ગ્રૂપની કંપની ટાઇટનના શેર સોમવારે શરૂઆતના વેપારમાં બે ટકા સુધી વધ્યા હતા. અગાઉ, કંપનીએ વર્ષના પ્રથમ ક્વાર્ટરના મજબૂત આંકડા જાહેર કર્યા હતા. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેર રૂ. 2474.95ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. શુક્રવારે ટાઇટને વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ મુજબ કંપનીના નફામાં ગત વર્ષની સરખામણીમાં 13 ગણો વધારો નોંધાયો છે. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ રૂ.793 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો માત્ર રૂ. 61 કરોડ હતો.રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની પાસે 5%થી વધુ હિસ્સો છેજણાવી દઈએ કે, ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપની ટાઇટનમાં 5.05% હિસ્સો લીધો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ શેરની બજાર કિંમત આશરે રૂ. 10,911.30 કરોડ છે. ભૂતકાળમાં, લગભગ 31 ટેકનિકલ વિશ્લેષકો ટાઇટનના શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાઇટન કંપનીના શેરોએ છેલ્લા 10 વર્ષમાં 980% સુધીનું વળતર આપ્યું છે. કંપનીની બજાર કિંમત 2,16,000 કરોડ રૂપિયાની આસપાસ છે. સોમવારે બજાર બંધ સમયે કંપનીના શેર શેર દીઠ રૂ. 2446.95ના દરે ટ્રેડ થઈ રહ્યા છે.