મોંઘી કારનો ખૂબ શોખ હતો રાકેશ ઝુનઝુનવાલાને, જુઓ તેઓનું કાર કલેક્શન

મોંઘી કારનો ખૂબ શોખ હતો રાકેશ ઝુનઝુનવાલાને, જુઓ તેઓનું કાર કલેક્શન

મોંઘી કારનો ખૂબ શોખ હતો રાકેશ ઝુનઝુનવાલાને, જુઓ તેઓનું કાર કલેક્શન

1985માં શેરબજારમાં રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એપ્રિલ 2021માં તેમની ગણના દેશના ટોચના 100 સૌથી ધનિકોમાં થાય છે. તેમની સંપત્તિ 31,320 કરોડ રૂપિયા હતી. તેઓની લાઇફ ખૂબ લક્ઝરી હતી. તેઓને મોંઘી કારનો ખૂબ શોખ હતો. ચાલો જોઈએ કે તેમના કારના કલેક્શનમાં કઇ કાર સામેલ હતી.

BMW X5

રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં પ્રથમ નંબર પર એસયુવી X5 છે, જે BMWની લક્ઝરી સ્પોર્ટ એસયુવી છે. આ કાર 2993 cc 6 સિલિન્ડર ડીઝલ એન્જિન દ્વારા ઓપરેટેડ છે . આ કારમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. BMW X5ની મહત્તમ સ્પીડ 230 Kmph છે અને તેની કિંમત 85 લાખ રૂપિયા છે.

ઓડી Q7

રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં બીજા નંબરે ફુલ સાઇઝની SUV Audi Q7 છે. આ કાર 2967 cc V6 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 4500 rpm પર 249 PS પાવર અને 1500-3000 rpm પર 600 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની ટોપ સ્પીડ 210 કિમી પ્રતિ કલાક છે અને તે 5.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ કારની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

Mercedes Maybach S Class

રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં ત્રીજા નંબર પર Mercedes Maybach S-600 છે. આ કારમાં 5980 cc V12  ટાઇપનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 4900-5300 rpm પર 530 bhp પાવર અને 1900-4000 rpm પર 830 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 5.0 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારની કિંમત 2.5 કરોડ છે.