દેશમાં દર વર્ષે ૨,૫૦,૦૦૦ કરોડ યુરિયા-ડીએપીખાતરની આયાતમાં ખર્ચ થાય છે,ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ - રાજ્યપાલ

દેશમાં દર વર્ષે ૨,૫૦,૦૦૦ કરોડ યુરિયા-ડીએપીખાતરની આયાતમાં ખર્ચ થાય છે,ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ - રાજ્યપાલ

દેશમાં દર વર્ષે ૨,૫૦,૦૦૦ કરોડ યુરિયા-ડીએપીખાતરની આયાતમાં ખર્ચ થાય છે,ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ - રાજ્યપાલ

દેશમાં દર વર્ષે ૨,૫૦,૦૦૦ કરોડ યુરિયા-ડીએપીખાતરની આયાતમાં ખર્ચ થાય છે,ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ ઉપરોક્ત વાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતે યુનિવર્સિટીનાકુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોની ઉચ્ચકક્ષાની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. આ સાથે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કિસાન આત્મનિર્ભર બને એ જરૂરી છે, અને કૃષિ આત્મનિર્ભર બનશે તો જ કિસાન આત્મનિર્ભર બની શકશે. ભારત આજે પ્રતિવર્ષ ૨,૫૦,૦૦૦ કરોડ રૂપિયા યુરિયા અને ડીએપીખાતરની આયાતમાં ખર્ચે છે. રાસાયણિક ખાતર પાછળ આટલો ખર્ચ કરીને આપણે ઝેર ખરીદીએ છીએ. ધરતીને ઝેરી બનાવીએ છીએ અને એ રીતે ઉગેલું ધાન ખાઈને કેન્સર જેવી બીમારીઓનોતરીએ છીએ.આ દિશામાં ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. એટલું જ નહીં, ગ્લોબલવૉર્મિંગ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો બીજો કોઈ ઈલાજ માનવજાત પાસે નથી. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણનું પ્રદૂષણ પણ અટકે છે. યુનેસ્કોના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, યુરિયા, ડીએપી અને કીટનાશકનાઅંધાધુંધ ઉપયોગથીઆવનારા ૫૦ વર્ષ પછી સમગ્ર વિશ્વની ધરતી બિનઉપજાઉ થઈ જશે એમાં કોઈ શંકા નથી. પ્રાકૃતિક કૃષિથી ધરતીમા ઓર્ગેનિક કાર્બન વધશે. ભૂમિની ફળદ્રુપતા વધશે તો ઉત્પાદન પણ વધશે અને તો જ કિસાન આત્મનિર્ભર બનશે.પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્યગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવો હશે, ભૂમિની ફળદ્રુપતા અકબંધ રાખવી હશે અને ગૌસંરક્ષણ કરવું હશે તો પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. આ માટે સમર્પિત કાર્યની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે, સૂર્યનો ઉદય થતાની સાથે જ અંધારું આપોઆપ ગાયબ થઈ જાય છે તેમ પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનો ઉકેલ છે.રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશની નજર ગુજરાત ભણી છે. આપણે આ દિશામાં ખુબ મોટું કામ કરી રહ્યા છીએ. ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના આ સમૂહની બેઠકો નિયમિત રીતે મળતી રહે અને સતત વિચાર વિમર્શ થતો રહે એવુ પણ તેમણે સૂચન કર્યું હતું. ભારતનો પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ આકર્ષી શકશે, એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ ભારતને ચોક્કસ વિશ્વગુરુ બનાવશે.