ગુજરાતમાં 54.18 ટકા વરસાદ, 8 જળાશયો હાઈ એલર્ટ પર, જાણો કયા રીજનમાં કેટલો વરસાદ

ગુજરાતમાં 54.18 ટકા વરસાદ, 8 જળાશયો હાઈ એલર્ટ પર, જાણો કયા રીજનમાં કેટલો વરસાદ

ગુજરાતમાં 54.18 ટકા વરસાદ, 8 જળાશયો હાઈ એલર્ટ પર, જાણો કયા રીજનમાં કેટલો વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસથી વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યની અંદર સરેરાસ નોંધાતા વરસાદની સામે સાર્વત્રિક 54.18 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ કચ્છમાં 98.29 ટકા, દક્ષિણ ગુજરાતની અંદર 69.34 ટકા પડ્યો છે. જ્યારે સૌથી ઓછા વરસાદ ઉત્તર ગુજરાતમાં 29.32 ટકા પડ્યો છે. વરસાદની ગઈકાલથી ફરી આગાહી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 50 વર્ષમાં 7 વખત જુલાઈ મહિનામાં 16 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તો આ વર્ષે માત્ર 14 જ દિવસમાં 16 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.રાજ્યમાં અત્યારે મેઘ કહેર છે તે મેઘ મહેર પણ છે કેમ કે, ઉનાળામાં સર્જાયેલી પાણીની ખપતની વચ્ચે અત્યારે રાજ્યમાં 20 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. તેમાં પણ 8 જળાશયો હાઈ એલર્ટ પર છે કેમ કે, તેમાં 95 ટકાથી વધુ પાણી છે. જ્યારે અન્ય 16 જળાશયોમાં 80થી 95 ટકા જળનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જ્યારે 148 જળાશયોની અંદર 70 ટકાથી ઓછું પાણી છે. આ સાથે સાથે જ્યાં સૌથી વધુ પાણીની તારાજી ઉનાળામાં સર્જાય છે તેવા બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર હજૂ પણ જળાશયો અપેક્ષા કરતા દક્ષિણ ગુજરાતની સરખામણીએ ભરાયા નથી. કેમ કે, ઉત્તર ગુજરાતના જળસંગ્રહમાં 28 ટકા વરસાદ સામે 15.50 ટકા જ પાણી ભરાયું છે.આમ અષાઢ અનરાધાર ગુજરાતમાં સાબિત થયો છે ત્યારે આ વરસાદી કહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 10થી 12 લોકોના મોત પણ થયા છે. ક્યાંક હાલાકી પણ જોવા મળી રહી છે. જેમાં કાવેરી નદી પર બ્રિજ બેસી ગયો, વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને 8 વર્ષ પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો છે.આ વિસ્તારમાં સરેરાશની સામે નોંધાયો વરસાદઉત્તર ગુજરાત - 29.32 ટકામધ્ય ગુજરાત 42.8 ટકાસૌરાષ્ટ્ર - 55.12 ટકાદક્ષિણ ગુજરાત - 69.34 ટકાગુજરાત - 54.18 ટકાકચ્છ - 98.29 ટકા