કોર્ટે જુદાજુદા ત્રણ કેસમાં ગુનેગારની જમીન અરજી રદ કરી: દુષ્કર્મ, છેતરપિંડી જેવા ગુનાહ સામે નરાધમોને જમીન ન મળી

કોર્ટે જુદાજુદા ત્રણ કેસમાં ગુનેગારની જમીન અરજી રદ કરી: દુષ્કર્મ, છેતરપિંડી જેવા ગુનાહ સામે નરાધમોને જમીન ન મળી

રાજકોટની અદાલતે જુદા જુદા ત્રણ છેતરપિંડી, દુષ્કર્મ અને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જામીન અરજીને નામંજૂર કરી છે. ઇમિટેશનનું કામ કરતા જિગ્નેશભાઇ લખતરિયાએ ઓરિસ્સાની બાયોરોમ બ્યુટીકેર પ્રોડક્ટસના નામથી વેપાર કરતા સીતાકાંત ઇન્દ્રામણી મોહપાત્ર સામે રૂ.18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી મેમ્બરશિપની સ્કીમ આપી રોકાણની લાલચ બતાવ્યા બાદ કોઇ વળતર કે રકમ પરત નહિ કરતા ફરિયાદ કરી હતી. જે ગુનામાં પોલીસે આરોપી સીતાકાંતની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. જેલહવાલે રહેલા આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ અનિલ એસ.ગોગિયાએ વિરોધ કરી આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તે અન્ય રાજ્યનો વતની હોય જામીન મળ્યા બાદ તે પુરાવાઓ સાથે ચેડાં કરે અથવા નાસી જવાની પૂરેપૂરી સંભાવના હોવાથી જામીન અરજીને નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી અદાલતે આરોપીની અરજીને નામંજૂર કરી છે. બીજા કેસમાં છ વર્ષ પૂર્વે રાજકોટની તરુણીને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા ગીર સોમનાથના વડનગર ગામના ધીરેન્દ્ર ઉર્ફે ધીરી બાબુ બાંભણિયાએ જામીન અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ વિરોધ કરી આરોપી ફરિયાદ બાદ લાંબા સમયે પકડાયો હોય જામીન મળવાથી તે ફરીથી નાસી જાય તેવી પૂરી શક્યતા હોય જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને રાખી સેશન્સ જજે આરોપીના જામીન રદ કર્યા છે. જ્યારે ત્રીજા કેસમાં પત્નીને ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં પકડાયેલા મુંબઇના કેયૂર ભાવેશભાઇ પારેખે જામીન અરજી કરી હતી. જે અરજી સામે ફરિયાદપક્ષના એડવોકેટ દિનેશભાઇ રાવલ, સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલે વિરોધ કરી વાંધાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.