આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સોળ એની રહ્યું છે અને અષાઢ મહિનામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. શ્રાવણ મહિનામાં પણ વરસાદ સારો રહેતા ગુજરાતના મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. હાલ ગુજરાતના દરિયા કિનારા પર લો પ્રેસર સર્જાતા હવામાંન વિભાગ દ્વારા ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ શરૂ થતા ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને ફાયર અને NDRF, SDRFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. આગામી ત્રણ ચાર દિવસ વરસાદની આગાહીને પગલે જાફરાબાદ બંદરે બોટોના ખડકલા થઇ ગયા છે. 

ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડશે તો કચ્છમાં અતિભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં રાજાનો માહોલ હોવાથી લોકો દરિયા કિનારાના સ્થળે ફરવા જશે તે માટે લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.