હરિદ્વારમાં સાધુ-સંતોને સંબોધતા સંઘના સુપ્રિમો મોહન ભાગવતે સનાતન ધર્મ વિષે કહી દીધી આ વાત

હરિદ્વારમાં સાધુ-સંતોને સંબોધતા સંઘના સુપ્રિમો મોહન ભાગવતે સનાતન ધર્મ વિષે કહી દીધી આ વાત

હરિદ્વારમાં સાધુ-સંતોને સંબોધતા સંઘના સુપ્રિમો મોહન ભાગવતે સનાતન ધર્મ વિષે કહી દીધી આ વાત

હરિદ્વાર

સંઘ સુપ્રિમોએ અહિંસાની વાતને લઇને કહ્યુ કે, દુનિયા એ તાકાતની ભાષા સમજે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાનું ભારત સાકાર થવાની નજીક જઈ રહ્યું છે અને તે માટે સમગ્ર સમાજે એકસાથે મળીને કામ કરવું પડશે. તેમણે એ પણ કહ્યું કે ‘અમે અહિંસાની વાત કરીશું, પરંતુ અમે અમારા હાથમાં ડંડો જરૂર રાખીશું. અમારામાં કોઈના પ્રત્યે દ્વેષ કે દુશ્મનીની ભાવના બિલકુલ નથી, પરંતુ દુનિયા એ માત્ર શક્તિની ભાષા સમજે છે. તેથી, આપણી પાસે એવી શક્તિ હોવી જોઈએ જે દેખાઈ રહી છે.

RSS ના સુપ્રિમો દ્વારા હરિદ્વારમાં સાધુ-સંતોને સંબોધન કરતાં ભગવાન અને સામાન્ય માણસ વચ્ચે સેતુ તરીકે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી હતી. RSS દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા તેમના ભાષણના અવતરણો અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે બી હેડગેવારે ધર્મની રક્ષા માટે તેમના સ્વયંસેવકોને ‘ચોકીદારી’ની ભૂમિકા સોંપી છે.

આ ઉપરાંત ભાગવતે કહ્યું, ‘સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરબિંદોના સપનાના ભારતને સાકાર કરવાની નજીક જઈ રહ્યું છે. આ સંદર્ભે લોકોએ કહ્યું કે જો આપણે આ ગતિએ ચાલીએ તો 20 થી 25 વર્ષ લાગી શકે છે, પરંતુ ભાગવતે કહ્યું કે, તેમના અનુભવ અનુસાર આઠથી 10 વર્ષમાં આ સપનું સાકાર થઈ જશે. પરંતુ, તે માટે સમગ્ર સમાજે સાથે મળીને કામ કરવું પડશે, તો જ સપનું સાકાર થઈ શકે છે.

વધુમાં, RSS ના વડાએ બ્રહ્મલિન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ ગિરીની મૂર્તિ, પ્રાણપ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના અર્પણ સમારોહમાં કહ્યું કે સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે. સનાતન ધર્મ અને ભારત સમાન શબ્દો છે. આપણી રાષ્ટ્રીયતા ગંગાના પ્રવાહની જેમ દિવસે ને દિવસે વહેતી રહે છે.

મોહન ભાગવતે એ પણ કહ્યું જ્યાં સુધી રાષ્ટ્ર છે, ત્યાં સુધી ધર્મ છે. ધર્મના ઉત્થાન માટે પ્રયત્નો કરવામાં આવશે, તો જ ભારતનો ઉદય થશે. ભારતમાં એક હજાર વર્ષ સુધી સનાતન ધર્મનો અંત લાવવાના પ્રયત્નો થયા, પરંતુ તે લોકો અદ્રશ્ય થઈ ગયા. પરંતુ, આજે પણ અમે અને સનાતન ધર્મ હજી પણ ત્યાં જ છીએ.