આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલ હર ઘર તિરંગા અંતર્ગત યોજાઈ બેઠક

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલ હર ઘર તિરંગા અંતર્ગત યોજાઈ બેઠક

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલ હર ઘર તિરંગા અંતર્ગત યોજાઈ બેઠક

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર હનુંમતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર હનુંમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૌરવપૂર્ણ કાર્યક્રમ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઘર, ઓફિસો, ઔદ્યોગિક એકમો, સ્કૂલ-કોલેજો, જેલ, સસ્તા અનાજની દુકાનો, આંગણવાડીઓ, પેટ્રોલપંપો, પોલીસ સ્ટેશનો વગેરે જગ્યાઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે. જિલ્લાના તમામ નાગરિકો આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે નિવાસી અધિક કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.તેઓએ આ બેઠક દરમિયાન ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને સહભાગી થવા અપીલ કરી હતી. દરેક નાગરિક હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય તે અનૂરૂપ કામગીરી કરવા માટે તેઓએ અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ ઉપસ્થિત રહીને સૌ સંસ્થાઓના પ્રતિનિધિઓને સહકાર આપીને હર ઘર તિરંગા કાર્યક્રમ સફળ બનાવવા માટે અપીલ કરી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ આપણા માટે ગૌરવનો દિવસ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરવાની આ તક છે.ફ્લેગ કોડનું પાલન થાય અને જિલ્લાના અલગ અલગ વેચાણ કેન્દ્રો પરથી નાગરિકોને રાષ્ટ્રધ્વજ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે નિવાસી અધિક કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી હતી. ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ ફ્લેગ વિશે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી. આ બેઠક દરમિયાન વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.