રોકાણની સ્કીમ/ પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમ પાંચ વર્ષમાં થઈ જાય છે મેચ્યોર, ગેરેન્ટીથી વ્યાજ સાથે મળશે રૂપિયા

રોકાણની સ્કીમ/ પોસ્ટ ઓફિસની આ 3 સ્કીમ પાંચ વર્ષમાં થઈ જાય છે મેચ્યોર, ગેરેન્ટીથી વ્યાજ સાથે મળશે રૂપિયા

ઓછા સમયમાં સારામાં સારુ રિટર્ન જોઈતું હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં પહોંચી જાવ. અહીં જાણી લો કે ઓછા સમયમાં રોકાણ કરવામાં સારામાં સારૂ રિટર્ન કઈ સ્કીમમાં મળે છે. પોસ્ટમાંથી મળેલી જાણકારીના આધારે રોકાણ કરો. જો પોસ્ટ ઓફિસ જવા નથી માગતા તો અમે આપને અહીં મદદ કરી દઈએ. આપને જણાવી દઈએ કે, પોસ્ટની નાની બચત યોજનામાં રોકાણ કરીને આપ ઓછા સમયમાં પણ સારી આવક મેળવી શકશો. આ યોજનામાં પૈસા ડૂબવાનું જોખમ નથી તથા ગેરેન્ટી સાથે પૈસા પાછા મળશે. તો આવો જાણીએ આ સ્કીમ વિશે..પોસ્ટ ઓફિસની આમ તો કેટલીય સ્કીમ છે, જેમાં પૈસા લગાવીને આપ સારી એવી કમાણી કરી શકીએ છીએ.પણ વાત જો પાંચ વર્ષના લોક ઈન પીરિયડની હોય તો ત્રણ સ્કીમ તેમાં દેખાય છે. પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. નીચે આ ત્રણેય સ્કીમ વિશે જાણકારી આપવામાં આવી છે.પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટપોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ અકાઉન્ટને ગેરેન્ટીડ રિટર્ન અને 5 વર્ષમાં વધારેમાં વધારે પૈસા આપનારી યોજના છે. હાલામં આ સ્કીમમાં પોતાના ગ્રાહકોને 5.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં રેકરિંગ ડિપોઝિટ અથવા આરડીામં જમા વ્યાજના પૈસા દર ત્રિમાસિકે ચક્રવૃદ્ધિ વ્યાજમાં બદલાઈ જાય છે. સૌથી સારી બાબત એ છે કે ,આ સ્કીમમાં દર મહિના 100 રૂપિયાથી રોકાણ કરી શકાય છે. 10 રૂપિયાના મલ્ટીપલમાં જેટલા ઈચ્છો તેટલા રૂપિયા જમા કરાવી શકાય છે. આરડી સ્કીમમાં વધારેમાં વધારે પૈસા જમા કરાવાની કોઈ લિમિટ નથી. પોસ્ટ ઓફિસનું આ ખાતું પાંચ વર્ષમાં મેચ્યોર થઈ જાય છે.પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટજેવું કે નામમાં સ્પષ્ટ છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમ પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત આપ એક ગ્રાહક તરીકે પોસ્ટ ઓફિસમાં એક વર્ષ, બે વર્ષ અને ત્રણ તથા પાંચ માટે એફડીમાં રોકાણ કરી શકો છે. એક, બે અને ત્રણ વર્ષની એફડી પર પોસ્ટ ઓફિસ આપને 5.5 ટકાના દરે વ્યાજ આપે છે. જો આપ વધારે રિટર્ન મેળવવા માગતા હોવ તો, 5 વર્ષની એફડીમાં રોકાણ કરવુ જોઈએ. 5 વર્ષની એફડી પર આપને 6.7 ટકાના દરે વ્યાજ મળશે. સાથે જ ઈન્કમ ટેક્સમાં પણ આપને છૂટ મળશે. એફડી સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકાય છે.પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટપોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લોક ઈન પિરીયડ 5 વર્ષનો છે. 5 વર્ષમાં એનએસસી મેચ્યોર થઈ જાય છે અને તેના પૈસા ગ્રાહકોને મળી જાય છે. 5 વર્ષની આ સ્કીમમાં ગ્રાહકોને 6.8 ટકાના દરે વ્યાજ મળે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાથી રોકાણ કરીને 100 રૂપિયાની મલ્ટીપલ રકમ જમા કરી શકો છે. એનએસસીમાં વધારેમાં વધારે પૈસા જમા કરાવાની કોઈ લિમિટ નથી. 5 વર્ષ બાદ એનસએસસી મેચ્યોર થઈ જાય છે ત્યાર બાદ તેને તોડવાની અને પૈસા ઉપાડવાની મંજૂરી મળી જાય છે. અમુક વર્ષો પહેલા પણ તોડી શકાય છે, જેમાં શરતો લાગૂ થશે.