અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, FBIને સિક્રેટ દસ્તાવેજો મળ્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, FBIને સિક્રેટ દસ્તાવેજો મળ્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, FBIને સિક્રેટ દસ્તાવેજો મળ્યા

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર તેમના નિવાસસ્થાનમાં ગુપ્ત દસ્તાવેજો રાખીને જાસૂસી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ફેડરલ મેજિસ્ટ્રેટ જજ દ્વારા મંજૂર કરાયેલ વોરંટના આધારે એફબીઆઈ એજન્ટોએ ટ્રમ્પના નિવાસસ્થાનની તપાસ કરી હતી.

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નિવાસસ્થાનમાંથી કેટલાક 'ટોપ સિક્રેટ' સરકારી દસ્તાવેજો રિકવર કર્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગઈકાલે જણાવ્યું હતું કે એફબીઆઈ એજન્ટોએ આ અઠવાડિયે ફ્લોરિડામાં ટ્રમ્પના ઘરની તલાશી લીધી હતી અને કેટલાક ગોપનીય દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજો પરમાણુ હથિયારો સાથે સંબંધિત હતા. હવે આ ખુલાસાથી આગામી સમયમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે.

ટ્રમ્પે કાયદાનું ઉલ્લંઘન કર્યું 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર તેમના નિવાસસ્થાનમાં ગુપ્ત દસ્તાવેજો રાખીને જાસૂસી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ફેડરલ મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરાયેલ વોરંટના આધારે એફબીઆઈ એજન્ટોએ ટ્રમ્પના નિવાસસ્થાનની તપાસ કરી હતી. ચાર દિવસ બાદ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કાયદાકીય દસ્તાવેજોને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે

તપાસ અધિકારીઓએ યુએસ મેજિસ્ટ્રેટ જજ બ્રુસ રેનહાર્ટને તેમની વોરંટ અરજીમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે જાસૂસી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું માનવા માટે સંભવિત કારણ છે. તે જ સમયે, ટ્રમ્પ સાથેના ટોપ સિક્રેટ લેવલના દસ્તાવેજોનો ખુલાસો તેમના માટે મોટો કાનૂની ખતરો બની શકે છે.

પાંચ વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા

આગળ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કહ્યું કે જે દસ્તાવેજો ખાસ સરકારી સુવિધાઓમાં સુરક્ષિત રાખવા જોઈએ, તે ટ્રમ્પ પાસે કેવી રીતે હતા? સાથે જ કહ્યું કે આ રીતે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો ટ્રમ્પ આ મામલામાં દોષી સાબિત થાય છે તો તેમને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

દસ્તાવેજો ખોટા હાથમાં આવી શકે છે

તાજેતરમાં, યુએસ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્તાવેજો શોધવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. તેમના પર આરોપ છે કે ટ્રમ્પે તેમની સરકાર છોડ્યા બાદ નવી સરકારને દસ્તાવેજો ન આપ્યા. સરકારી અધિકારીઓ ચિંતિત છે કે ડોક્યુમેન્ટ્સ ટ્રમ્પના ફ્લોરિડાના ઘરે ખોટા હાથમાં આવી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે.