OnePlus 10T 5G આ દિવસે ભારતમાં થશે લોન્ચ, મળશે 50MPનો પાવરફુલ કેમેરા, હોઈ શકે છે આટલી કિંમત

OnePlus 10T 5G આ દિવસે ભારતમાં થશે લોન્ચ, મળશે 50MPનો પાવરફુલ કેમેરા, હોઈ શકે છે આટલી કિંમત

OnePlus 10T 5G આ દિવસે ભારતમાં થશે લોન્ચ, મળશે 50MPનો પાવરફુલ કેમેરા, હોઈ શકે છે આટલી કિંમત

OnePlusનો નવો સ્માર્ટફોન આવતા મહિનાની શરૂઆત માં લોન્ચ થઈ રહ્યો છે. કંપનીએ આગામી હેન્ડસેટ OnePlus 10T 5Gના લોન્ચ ડેટનું કન્ફોર્મેશન મળી ગયું છે. આ ફોન ભારતમાં 3 ઓગસ્ટે લોન્ચ થશે. કંપનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેના લોન્ચ વિશે માહિતી આપી છે.

આ સ્માર્ટફોનને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. કંપનીએ થોડા અઠવાડિયા પહેલા OnePlus Nord 2T 5G લોન્ચ કર્યો હતો.

આ બ્રાન્ડે અગાઉ વર્ષ 2020માં OnePlus 8T લોન્ચ કર્યો હતો. વનપ્લસના ટી-સિરીઝ ફોન સ્ટાન્ડર્ડ વેરિઅન્ટના કમ્પેરિજનમાં થોડો પ્રીમિયમ છે. કંપનીએ 9-સિરીઝનું ટી વેરિઅન્ટ લોન્ચ કર્યું નથી. ચાલો જાણીએ આ ફોનમાં શું થવાનું છે.

OnePlus 10T 5Gમાં શું ખાસ હશે?

વનપ્લસનો આગામી સ્માર્ટફોન તાજેતરમાં જ ગીકબેંચ ડેટા બેઝમાં જોવા મળ્યો હતો. જો લિસ્ટિંગનું માનીએ તો આ ફોન Qualcomm Snapdragon 8+ Gen 1 પ્રોસેસર સાથે આવશે. તે 16GB સુધીની રેમ મેળવી શકે છે.

અન્ય લિસ્ટિંગ અનુસાર, OnePlus 10Tમાં 150W ફાસ્ટ ચાર્જિંગ જોવા મળશે. અહેવાલો અનુસાર, હેન્ડસેટ 16GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શનમાં આવી શકે છે. તેમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે મળશે, જે ફૂલ HD + રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે.

ડિવાઇસમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપી શકાય છે. તેમાં 50MP Sony IMX766 સેન્સર મળશે. 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP થર્ડ લેન્સ મળી રહેશે.

કિંમત કેટલી હોઈ શકે?

કંપની આ ફોનને 40 હજાર રૂપિયાના બજેટ માં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન જેડ ગ્રીન અને મૂનસ્ટોન બ્લેક કલર માં આવી શકે છે. બ્રાંડ આ ડિવાઇસને OnePlus 10 Proના આગામી વર્ઝન તરીકે લોન્ચ કરી શકે છે જે વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.