નર્મદા જિલ્લામાં નેચરલ ફાર્મિંગ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રીત કરવાની દિશામાં પ્રયાસો, આ કામગીરી થશે

નર્મદા જિલ્લામાં નેચરલ ફાર્મિંગ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રીત કરવાની દિશામાં પ્રયાસો, આ કામગીરી થશે

નર્મદા જિલ્લામાં નેચરલ ફાર્મિંગ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રીત કરવાની દિશામાં પ્રયાસો, આ કામગીરી થશે

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવશ્રી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના અધિક સચિવ ડી.થારા અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લા માટે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા નવનિયુક્ત પ્રભારી સચિવ એમ.એ.ગાંધીએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત ટીમ નર્મદા ની સાથે બેઠક યોજીને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સિંચાઇ, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સિયલ ઈન્કલુઝન સહિત માળખાગત સુવિધાઓ ક્ષેત્રે હાંસલ કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને પેરામીટર્સ મુજબની ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધિ માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય પ્રભારી સચિવ ડી.થારાએ બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્વારા નર્મદા જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવીને ખાસ કરીને જિલ્લાના ઇકો ટુરિઝમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનુલક્ષીને વિવિધ પ્રવાસન કેન્દ્રોના વિકાસ માટે હાથ ધરાયેલા સક્રિય પ્રયાસો સહિત જિલ્લાને હજી પણ પ્રગતિના પંથે આગળ લઇ જવા માટે CSR પ્રવૃ્ત્તિ હેઠળ હાથ ધરેલ અનેકવિધ પ્રોજેક્ટસના અમલીકરણ સંદર્ભે સંતોષની લાગણી સાથે તેમની પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધા વગેરે સહિતના તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે ચારેય દિશામાંથી જબરજસ્ત સ્ત્રોતો સાથેની તકો ઉપલબ્ધ થઇ છે. જિલ્લામાં PM આવાસ યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોને આવાસ સુવિધા ઉપલબ્ધ થઇ છે. આરોગ્યમાં પણ છેલ્લા ૨૦ દિવસમાં ૫૨ (બાવન) હજાર જેટલા આયુષ્માનકાર્ડ લાભાર્થીઓને પુરા પડાયાં છે અને તેનાથી ઘણા લોકોને ફાયદો થઇ રહ્યોં છે. કેન્દ્રીય પ્રભારી સચિવ ડી.થારાએ વધુમાં જણાવ્યું હતુ કે, નર્મદા જિલ્લામાં નેચરલ ફાર્મિંગ ઉપર ફોકસ કરવાનો પ્રારંભ કર્યો છે. સામાન્ય રીતે ઉદ્યોગોને વિકાસનું દ્યોતક માનતા હોઇએ છીએ પરંતુ પ્રકૃતિની સુરક્ષા સાથેના વિકાસને પણ વિકાસ તરીકેની ગણના સાથે નર્મદામાં હોમ-સ્ટે નું કલ્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે તેને આગળ વધારીને દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવીને પાંચ-સાત દિવસનું રોકાણ કરે તેવા વૈશ્વિક માર્કેટીંગના પ્રયાસો હાથ ધરવાની જરૂરિયાત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.