આગામી 21 અને 22 જુલાઈના રોજ જીટીયુ ખાતે આ એક્ઝિબિશનમાં 30 એગ્રી સ્ટાર્ટ અપ ભાગ લેશે

આગામી 21 અને 22 જુલાઈના રોજ જીટીયુ ખાતે આ એક્ઝિબિશનમાં 30 એગ્રી સ્ટાર્ટ અપ ભાગ લેશે

આગામી 21 અને 22 જુલાઈના રોજ જીટીયુ  ખાતે આ એક્ઝિબિશનમાં 30 એગ્રી સ્ટાર્ટ અપ ભાગ લેશે

ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની 75% જનસંખ્યા કૃષિ આધારીત વ્યવસાય સાથે સંકળાયેલ છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવવામાં આવેલ 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને પહોંચી વળવા માટે કૃષિક્રાંતિ આણવી અત્યંત જરૂરી છે. આ ઉપલક્ષે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિમેળાઓ યોજીને ટેક્નોલોજી આધારીત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. આ અંગે સરકારશ્રીને સહભાગી થવા અને કૃષિ વિકાસમાં ટેક્નોલોજીનો વ્યાપ વધે તે હેતુસર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 21 અને 22 જુલાઈના રોજ જીટીયુ ખાતે ગુજરાતમાં પ્રથમ વખત એગ્રી સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે.

આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની જરૂરીયાત છે. આ પ્રકારના એક્ઝિબિશનથી ગ્રામીણ અર્થતંત્રને સહયોગી થઈને, એગ્રી સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસીકો અને ખેડૂતો આર્થિક લાભ મેળવીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે. અમદાવાદ ચેમ્બર ઑફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ આ સંદર્ભે જણાવ્યું હતુ કે, કૃષિ દેશના વિકાસમાં એક પાયાની જરૂરીયાત છે. ખેડૂતની કૃષિલક્ષી સમસ્યાના સમાધાન સ્વરૂપે આજના યુવા ટેક્નોક્રેટ એગ્રી સ્ટાર્ટઅપ થકી કૃષિ વિકાસમાં વિશેષ યોગદાન આપી રહ્યા છે.

 એક્ઝિબિશનના ઉદ્ધાટન પ્રસંગે નાબાર્ડ ગુજરાતના ચીફ જનરલ મેનેજર જ્ઞાનેન્દ્ર મણી , ગુજરાત સ્ટેટ કૉ. ઓ. એગ્રી એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકના ચેરમેન શ્રી દોલર હોરેચા, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહશે.

બે દિવસીય એક્ઝિબિશન દરમિયાન કુલ 40 સ્ટાર્ટઅપ સ્ટોલને વિનામૂલ્યે તક આપવામાં આવી છે. જેમાંથી 30 સ્ટોલ એગ્રી સ્ટાર્ટઅપના હશે. પ્રાકૃતિક ખેતી , અદ્યતન કૃષિલક્ષી ઓજારો , સોઈલ હેલ્થ , પેસ્ટીસાઈડ્ઝના ઉપયોગના નિયંત્રણ માટેની પ્રણાલી વિકસાવતાં તેમજ ઓર્ગેનિક ખાતર માટેના સંસાધનો, એનિમલ હેલ્થ મોનિટરીંગ અને કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ જેવા અદ્યતન સ્ટાર્ટઅપની એક્ઝિબેશન કરવામાં આવશે. જે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રે સંકળાયેલા તમામ સ્ટાર્ટઅપ કર્તા અને વેપારીઓને મદદરૂપ થશે.