એક્સિસ બેંકમાં રૂપિયા જમા કરાવશો, તો મળશે તગડું વ્યાજ, બેંક FD પરના વ્યાજદરમાં કર્યો વધારો

એક્સિસ બેંકમાં રૂપિયા જમા કરાવશો, તો મળશે તગડું વ્યાજ, બેંક FD પરના વ્યાજદરમાં કર્યો વધારો

એક્સિસ બેંકમાં રૂપિયા જમા કરાવશો, તો મળશે તગડું વ્યાજ, બેંક FD પરના વ્યાજદરમાં કર્યો વધારો

એક્સિસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઈટ અનુસાર નવા વ્યાજદર 11 ઓગસ્ટ 2022થી લાગૂ થશે. સંશોધન બાદ બેંકે 17 મહિના અને 18 મહિનાથી ઓછી મેચ્યોર થનારી એફડી પર વ્યાજદરો વધારી દીધા છે. 

બેંકે ફક્ત આ ટેન્યોરની એફડીના વ્યાજદર બદલ્યા છે અને અન્ય તમામ ટેન્યોરની એફડી પર જૂના દરથી વ્યાજ મળશે. બેંકે 7 દિવસથી ળઈને 10 વર્ષ સુધીની એફડી રજૂ કરે છે. તેનું વ્યાજ દર 2.50 ટકાથી ળઈને .575 ટકા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કર્યા બાદ કેટલીય બેંકોએ એફડી પર વ્યાજદર વધારી દીધી છે. ત્યારે હવે એક્સિસ બેંકે પણ એફડી પરના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. 

FD પર ક્યા સમયે કેટલુ મળે છે વ્યાજ

બેંક 7 દિવસથી 29 દિવસમાં પાકતી FD પર 2.50% વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંક 30 દિવસથી 3 મહિનામાં પાકતી FD પર 3.00% વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. Axis Bank 3 મહિનાથી 6 મહિનામાં પાકતી FD પર 4.65% વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંક 7 થી 8 મહિનામાં પાકતી FD પર 4.40% વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંક 9 મહિનામાં પાકતી FD પર 4.65% વ્યાજ દર આપશે. તે જ સમયે, 9 મહિનાથી વધુ અને 1 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD 4.75% ના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે.

1 વર્ષથી 1 વર્ષ 11 દિવસમાં પાકતી FD પર, 5.45%નો વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રહેશે અને 1 વર્ષ 11 દિવસથી 1 વર્ષ 25 દિવસમાં પાકતી FD પર, બેંક 5.75ના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. એક્સિસ બેંક 1 વર્ષ 25 દિવસથી 17 મહિનામાં પાકતી FD પર 5.60% વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે, બેંક 5.60% ના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંકે 17 મહિનાથી 18 મહિનાની પાકતી FD પર વ્યાજ દર 5.60% થી વધારીને 6.05% કર્યો છે.