ભારતના 5 યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટી-20 વર્લ્ડકપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે

ભારતના 5 યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટી-20 વર્લ્ડકપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે

ભારતના 5 યુવા ખેલાડી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટી-20 વર્લ્ડકપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ કાલથી શરૂ થઇ રહી છે. શિખર ધવનની આગેવાનીમાં યુવા ટીમ પ્રવાસે આવી છે. એવામાં કેટલાક ખેલાડી અહી પોતાનો દમખમ બતાવવા માંગશે.ટીમ ઇન્ડિયાની દર ટી-20 અને વન ડે સીરિઝ હવે મહત્વપૂર્ણ છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. એવામાં ટીમમાં જગ્યા પાક્કી કરવા માટે યુવા ખેલાડી અહી સારૂ પ્રદર્શન કરવા માંગશે. ભારત અને વેસ્ટ ઇ્નડીઝ વચ્ચે 3 મેચની વન ડે સીરિઝ કાલથી શરૂ થઇ રહી છે.શિખર ધવનની આગેવાનીમાં યુવા ટીમ વન ડે સીરિઝ રમવા માટે વિન્ડીઝ પહોચી ગઇ છે. તે બાદ બન્ને દેશ વચ્ચે 5 મેચની ટી-20 સીરિઝ પણ રમાશે. ટી-20 સીરિઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ હશે. એવામાં વન ડે સીરિઝ રમનારા યુવા ખેલાડીઓ પાસે સારી તક છે.પહેલા વાત સંજુ સેમસનની. ટીમ ઇન્ડિયામાં તે સતત રન બનાવી રહ્યો છે પરંતુ તેના પ્રદર્શનમાં નિરંતરતાની કમી છે. આઇપીએલ 2022માં તેને પોતાની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સને ફાઇનલમાં પહોચાડી હતી, તેનો વન ડેનો સ્ટ્રાઇક રેટ 100 ટકા જ્યારે ટી-20 ઇન્ટરનેશનલનો 136નો છે.ઇશાન કિશન- ઇશાન કિશન ટીમની સાથે છે પરંતુ ગત દિવસોમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝ દરમિયાન રિષબ પંતને ઓપનિંગ કરવાની તક મળી હતી. આ સિવાય લોકેશ રાહુલની વાપસી બાદ ઇશાનની પ્લેઇંગ-11માં જગ્યા પાક્કી નહી થાય. એવામાં તે પણ અહી સારી રમત બતાવવા માંગશે.દીપક હુડ્ડા- દીપક હુડ્ડાએ આયરલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં સદી ફટકારી હતી. તે બાદ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટી-20માં 33 રન બનાવ્યા હતા પરંતુ વિરાટ કોહલીની વાપસી બાદ તે ટીમની બહાર થઇ ગયો છે. એવામાં તે અહી સારૂ પ્રદર્શન કરીને સિલેક્ટર્સને બતાવવા માંગશે કે તે શાનદાર લયમાં છે.શ્રેયસ અય્યર- શ્રેયસ અય્યર પણ ટી-20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી ખુદને સાબિત કરી શક્યો નથી. આઇપીએલ 2022માં જોકે, તેને 400થી વધારે રન બનાવ્યા હતા. તે કેપ્ટન તરીકે કેકેઆરને પ્લે ઓફમાં પહોચાડી શક્યો નહતો. જોકે, તેના રમવાની સ્ટાઇલ ઓસ્ટ્રેલિયાની પિચના હિસાબથી બેસ્ટ છે. એવામાં અય્યર વિન્ડીઝ પ્રવાસને સામાન્ય રીતે નહી લે.ઓસ્ટ્રેલિયાની પિચ પર સારો બાઉન્સ મળે છે. જસપ્રીત બુમરાહ અને ભૂવનેશ્વર કુમાર સિવાય હજુ પણ 2 ફાસ્ટ બોલરની શોધ ટીમ કરી રહી છે. અવેશ ખાન પાસે સારી ગતિ છે. તે 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકે છે. એવામાં તે કેરેબિયન ટીમ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરવા બેતાબ હશે.