અમરેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઈવીએમ-વીવીપેટ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી અમરેલી ખાતે પૂર્ણ થઈ

અમરેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઈવીએમ-વીવીપેટ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી અમરેલી ખાતે પૂર્ણ થઈઆગામી અમરેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઈવીએમ-વીવીપેટ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી અમરેલી સ્થિત વેરહાઉસ, રાજમહેલ કેમ્પસ ખાતે પૂર્ણ કરવામાં આવી છે. ઈવીએમ-વીવીપેટ ચેકીંગ કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી,ગાંધીનગર તથા ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ મુજબ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. ભારતના ચૂંટણી કમિશન દ્વારા નિમવામાં આવેલા ઈવીએમ નોડલ ઓફિસરશ્રી વી. શ્રીધર તામિલનાડુ ( ઓબ્ઝર્વરશ્રી ) દ્વારા વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવેલ. ચેકીંગ કામગીરી બાદ ઈવીએમ નોડલ ઓફિસરશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ચેકિંગની આ કામગીરી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ અમરેલીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.જી.કુંપાવત,  મામલતદાર , નાયબ મામલતદાર તથા ચૂંટણી શાખાના તમામ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા , તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી , અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. અમરેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઈવીએમ-વીવીપેટ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી અમરેલી ખાતે પૂર્ણ થઈ