17 જિલ્લાઓના 1746 ગામોમાં લમ્પી વાયરસનો ભરડો, જાણો રાજ્યમાં કેટલા પશુઓ અત્યાર સુધી થયા ચેપગ્રસ્ત

17 જિલ્લાઓના 1746 ગામોમાં લમ્પી વાયરસનો ભરડો, જાણો રાજ્યમાં કેટલા પશુઓ અત્યાર સુધી થયા ચેપગ્રસ્ત

17 જિલ્લાઓના 1746 ગામોમાં લમ્પી વાયરસનો ભરડો, જાણો રાજ્યમાં કેટલા પશુઓ અત્યાર સુધી થયા ચેપગ્રસ્ત

લમ્પી વાયરસના કેસો ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કેસોને જોતા ચિંતા પણ વધી રહી છે. કેમ કે, એક પછી પશુઓ ટપોટપ મરી રહ્યા છે. પશુઓના મૃત્યુનો આંક સત્તાવાર 1240 છે પરંતુ વધુ પશુઓના મોત લમ્પીના કારણે થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 17 જિલ્લાઓના 1746 ગામોમાં લમ્પી વાયરસે ભરડો લેતા 50,328 પશુઓ ચેપગ્રસ્ત બન્યા છે અને હજૂ વધુ પશુઓના ચેપગ્રસ્ત થવાના આંકડાઓ સામે આવી રહ્યા છે. અત્યારે લમ્પીગ્રસ્ત તમામ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે અને રસીકરણની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં અંદાજિત 5.75 લાખ જેટલા પશુઓને રસી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં જોવા લમ્પીના કેસોગુજરાતના 17 જિલ્લાઓની વાત કરવામાં આવે તો બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ અરવલ્લી, પંચમહાલ, કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગ સહીતના કુલ 17 જિલ્લામાં આ કેસો જોવા મળ્યા છે.92 પશુચિકિત્સા અધિકારીઓ, 568 પશુધન નિરિક્ષકો ખડેપગેખાસ કરીને સંક્રમણ વધતા લમ્પી વાયરસગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે, 92 પશુચિકિત્સા અધિકારીઓ, 568 પશુધન નિરિક્ષકો ખડેપગે છે. જેઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર અને ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસી આપવાની કામગિરી ચાલી રહી છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં આ લમ્પીના કેસો છે ત્યાં કૃષિમંત્રીએ ખુદ જઈને નિરીક્ષણ પણ કર્યું છે.