સુરત જિલ્લા પોલીસે દેશી દારૂની હાટડીઓ શોધવા નદી કિનારે ડ્રોન ઉડાવ્યું

સુરત જિલ્લા પોલીસે દેશી દારૂનીહાટડીઓ શોધવા નદી કિનારે ડ્રોન ઉડાવ્યું

સુરત જિલ્લા પોલીસે દેશી દારૂની હાટડીઓ શોધવા નદી કિનારે ડ્રોન ઉડાવ્યું

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સુરત ગ્રામ્ય પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. કામરેજ પોલીસ દ્વારા શનિવારના રોજ તાપી નદી કિનારે આવેલા દેશી દારૂના અડ્ડાઓ શોધવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. પોલીસને ડ્રોનના માધ્યમથી 6જ જેટલી ભઠ્ઠીઓ મળી આવતા તેનો નાશ કર્યો હતો.અમદાવાદ અને બોટાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં છે તો કેટલાક હજી પણ સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડને કારણે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. રાજ્યના તમામ જિલ્લામાં દેશી દારૂ પર અંકુશ લાવવા માટે પોલીસ પર ભીંસ વધી છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસે દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પકડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. કામરેજ પોલીસ દ્વારા તાપી નદી કિનારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. ડ્રોન કેમેરામાં 6 જેટલી દેશી દારૂનું ભઠ્ઠી ઝડપાય હતી. જેનું તાત્કાલિક લોકેશન મેળવી પોલીસે તમામ 6 ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો.સુરત ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ પી.આઇ. આર.બી. ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. જો કે કોઈ બુટલેગર હજી સુધી પોલીસના હાથે પકડાયો નથી. આગામી દિવસોમાં પણ ડ્રોનના માધ્યમથી ભઠ્ઠી શોધી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યુ હતું.