દોઢ વર્ષ પહેલા ૨.૫૦ કરોડની ઢગાઇ કરનારની કોઈ ભાળ ન મળતાં અંતે થાકીને ઠગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

દોઢ વર્ષ પહેલા ૨.૫૦ કરોડની ઢગાઇ કરનારની કોઈ ભાળ ન મળતાં અંતે થાકીને ઠગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

દોઢ વર્ષ પહેલા ૨.૫૦ કરોડની ઢગાઇ કરનારની કોઈ ભાળ ન મળતાં અંતે થાકીને ઠગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટમાં દિવસેને દિવસે ચોરી, લૂંટફાટ અને ઠગાઇનો ત્રાસ વધવા માંડ્યા છે. કાયદા વ્યવસ્થા ખાડે ગઈ હોય તેમ ઢગ અને લૂંટારાઓ ગુના આચરે છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. ટ્રોગોન ટેકનોલોજી એલએલપી કંપનીના માલિકે ૩ ટકા પ્રોફિટની લાલચ આપી ૨.૫૦ કરોડની ઠગાઈ કરી. રાજકોટના સાધુવાસવાણી રોડ પર ટ્રોગોન ટેકનોલોજી એલએલપી કંપનીના માલિકે પોતાના કર્મચારી અને તેના સગા-સંબંધીઓને ૩ ટકા પ્રોફિટની લોભામણી લાલચ દઇ રૂા.૨.૫૦ કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધઆઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ પાર્ક શીવ કોમ્પ્લલેકસમાં રહેતા દિવ્યેશ મીઠાલાલ ત્રાડાએ વાવડી ખાતે આવેલા તપન હાઇટસમાં રહેતા અને સાધુ વાસવાણી રોડ પર ટ્રીગોન ટેકનોલોજી નામની કંપની ચલાવતા દિવ્યેશ દામજી સાંગાણી નામના શખ્સ સામે રૂા.૨.૫૦ કરોડની છેતરપિંડી અંગેનો ગુનો નોંધાવતા પી.એસ.આઇ. એચ.પી.રવૈયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે. દિવ્યેશ સાંગાણીએ ૨૦૧૯માં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે શિવાલીંક-૮માં ટ્રીગોન ટેકનોલોજી કંપની શરૂ કરી હતી તેમાં દિવ્યેશ તાડા કમ્પ્યુટર સોફટવેર ડેવલોપમેન્ટને લગતું કામ માટે નોકરી કરતો હતો. દિવ્યેશ સાંગાણી શેર માકેર્ટમાં ટ્રેડીંગ અને સોફટવેર ભાડે આપવાનું કામ કરતો હતો. કંપની માલિક દિવ્યેશ સાંગાણીએ પોતાની કંપનીમાં રોકાણ કરવાથી માસિક ૩ ટકા પ્રોફીટ શેરીંગનું કહી રોકાણ કરવાની લોભામણી લાલચ આપતા દિવ્યેશ તાડા અને તેના દસ જેટલા સગા-સંબંધીઓએ રૂા.૨.૫૦ કરોડનું રોકાણ કર્યુ હતી. દિવ્યેશ સાંગાણીએ ગોલાપ ચોક ખાતેની કંપની અને વાવડી પાસેના તપન હાઇટસ ખાતેના ફલેટને તાળા મારી દોઢેક વર્ષથી ફરાર થઇ જતાં દસેય રોકાણકારો તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની ભાળ ન મળતા દિવ્યેશ તાડાએ દિવ્યેશ સાંગાણી સામે છેતરપિંડીની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.પી.રવૈયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.