અમદાવાદમાં ધૂમધામથી થશે ગણેશ સ્થાપના, મૂર્તિની સાઈઝના નિયંત્રણો હટતા 1થી 1.25 લાખ સ્થપાઈ શકે છે મૂર્તિઓ

અમદાવાદમાં ધૂમધામથી થશે ગણેશ સ્થાપના, મૂર્તિની સાઈઝના નિયંત્રણો હટતા 1થી 1.25 લાખ સ્થપાઈ શકે છે મૂર્તિઓ

ગણેશ સ્થાપનનું વિશેષ મહત્વ અમદાવાદમાં છે. કોરોનાના વિતેલા બે વર્ષની અંદર આ ઉત્સવ પહેલાની જેમ ધામધૂમથી ઉજવાઈ શકાયો નથી ત્યારે આ વખતે રંગચંગે પંડાલોની સ્થાપના સોસાયટીઓમાં, જાહેર માર્ગો પર અને ઘરોમાં અમદાવાદીઓ કરશે. અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે, કોરોનાને જોતા મૂર્તિની સાઈઝ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આ નિયંત્રણો હટતા લોકોએ અત્યારથી જ તૈયારીઓ પણ આરંભી છે.અમદાવાદમાં મોટાભાગના ઘરોમાં મૂર્તિ સ્થાપન થતું હોય છે ત્યારે આ વખતે સોસાયટીઓમાં, ઘરોમાં, વિવિધ ગ્રુપો દ્વારા, ઓફિસોમાં વગેરે જગ્યાએ અંદાજિત 1થી 1.25 લાખ જેટલી ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય તેવો અંદાજ અમદાવાદ શહેરમાં લગાવી શકાય છે. મૂર્તિઓ પણ ગુલબાઈ ટેકરા સહીતના વિસ્તારોની અંદર કારીગરો દ્વારા બનાવવામાં આવી રહી છે. બે વર્ષમાં સાર્વજનિક મૂર્તિ સ્થાપનની મર્યાદા 4 ફૂટ હતી જ્યારે ઘરોમાં 2 ફૂટની મૂર્તિની મર્યાદા હતી જેથી આ વખતે મોટી મૂર્તીઓ પણ બનાવવામાં આવી છે. આયોજકો આ વખતે 5થી લઈને 9 ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિ સ્થાપના કરે તેવી શક્યતાઓ છે.ખાસ કરીને પંડાલોની અંદર ગણેશ સ્થાપનાનું મહત્વ વિશેષ જોવા મળી રહ્યું છે. પહેલાની સરખામણીએ ગણેશજીની સ્થાપના પંડાલોમાં વધી છે. 50 ટકા વધારો છેલ્લા 4 વર્ષની સરખામણીએ થયો છે. ત્યારે આ વખતે પણ કોરોનાના બે વર્ષની અંદર કેટલાક આયોજનો જે નથી થઈ શક્યા તે વધુ જોવા મળી શકે છે. જેથી આ અંદાજ આ વખતે વધી ગયો છે.ખાસ કરીને મૂર્તિઓ માટીની જ લેવાનો આગ્રહ લોકો રાખી રહ્યા છે. પીઓપીની મૂર્તિ સામે આ મૂર્તિઓ વધુ વેચાઈ રહી છે. જેથી ભાવમાં પણ બે વર્ષ બાદ સામાન્ય વધારો થઈ શકે છે. કેમ કે, નાનામાં નાની માટીની મૂર્તિઓ અંદાજી 450થી 500 રુપિયા સુધીમાં મળી રહી છે.