ભરૂચમાં પીએમ તેમજ સીએમની તસવીર પર કાળી શાહી છાંટી હતી.

ભરૂચમાં પીએમ તેમજ સીએમની તસવીર પર કાળી શાહી છાંટી હતી.

ભરૂચમાં પીએમ તેમજ સીએમની તસવીર પર કાળી શાહી છાંટી હતી.

ભરૂચમાં પીએમ તેમજ સીએમની તસવીર પર કાળી શાહી છાંટી હતી. જેના પગલે પોલીસે તે કોગ્રેસી કાર્યકર વિરૂદ્ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તેમજ લોકોને ઉશ્કેરણી કરવાનો ગુનો નોંધ્યો છે.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે કેન્દ્ર સરકારના ઇશારે ઇડીની કાર્યવાહી ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ગઇકાલે કલેક્ટર કચેરી સામે ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન વેળાં કોંગ્રેસી કાર્યકર નિખીલ શાહે કલેક્ટર કચેરી સંકુલ ખાતે લગાવવામાં આવેલાં માય રાશન મોબાઇલ એપ્લિકેશનની સરકારી જાહેરાતના બેનર પરના પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલના પોસ્ટર પર કાળી શાહી છાંટી હતી. ઘટનાને પગલે સરકારની કામગીરી અંગેના બેનરને નુકશાન કર્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શનકર્તાઓની અટક કરી હતી. દરમિયાનમાં પોલીસે નિખીલ શાહ વિરૂદ્ધ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 3 અને 7 તેમજ આઇપીસીની કલમ 505(1)(બી) હેઠળ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.