ગંગા સ્વરૂપ બહેનો- વિકલાંગ પરિવારનાં ભાઇ-બહેનો માટે યોજાયેલા બે દિવસીય એક્ઝીબીશનમાં થયો 40 લાખનો વ્યાપાર

ગંગા સ્વરૂપ બહેનો- વિકલાંગ પરિવારનાં ભાઇ-બહેનો માટે યોજાયેલા બે દિવસીય એક્ઝીબીશનમાં થયો 40 લાખનો વ્યાપાર

ગંગા સ્વરૂપ બહેનો- વિકલાંગ પરિવારનાં ભાઇ-બહેનો માટે યોજાયેલા બે દિવસીય એક્ઝીબીશનમાં થયો 40 લાખનો વ્યાપાર

‌મુસ્કાન ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતમાં સેવાકીય કાર્યો કરતું ટ્રસ્ટ છે. ગંગા સ્વરૂપ બહેનો અને વિકલાંગ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી બે દીવસીય ફ્રી એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ એ મુલાકાત લીધી હતી. તા.23 અને 24 જુલાઇ દરમિયાન સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે યોજાયેલ આ એક્ઝિબિશનમાં યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ અને JBC Diam મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયા હતા. ગોટી પરિવાર તરફથી આમાં 1 લાખ રૂ. નું દાન અને શ્રીમતી શારદાબેન અરજણભાઈ ધોળકિયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 51 હજારનું યોગદાન પ્રાપ્ત થયું હતું. આ બે દિવસીય એક્ઝિબીશનમાં વિધવા –વિકલાંગ પરિવારોને 450 મોટી રાશનકિટ રાહતદરે આપવામાં આવી હતી,

107 સ્ટોલમાંથી 63 સ્ટોલ ગંગા સ્વરૂપ બહેનો અને વિકલાંગ પરિવારોના ભાઇ- બહેનોને ફાળવવામાં આવ્યા હતા જેમાં હેન્ડીક્રાફટ રેડીમેન્ટ કપડા તેમજ ગૃહઉદ્યોગની નાની મોટી વસ્તુઓનો સમાવેશ થતો હતો, બે દિવસીય એક્ઝિબિશનમાં કુલ 40 લાખનો વેપાર થયો હતો. આ એકઝીબીશનની બીજી વિશેષતા એ હતી કે અહીં કુકીંગ કલાસ અને કેક મેકિંગ કલાસમાં 1000થી વધુ બહેનો ફ્રી તાલીમ લીધી હતી. આ ઉપરાંત આ એક્ઝીબિશનમાં બહેનોને ઉપયોગી એવી ઓર્ગેનિક રાખડી બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી.

સ્ટોલધારકોને મળેલા સારા પ્રતિસાદને લીધે તેમની માંગણી હતી કે બીજું એક્ઝિબિશન પણ થાય સંસ્થાએ આ માંગણી સ્વીકારી આગામી એક્ઝિબિશન 4-5 સપ્ટેમ્બર, સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી મિનિબજાર ખાતે યોજવાનું નક્કી કર્યું છે.