મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

મોરબીમાં સિરામીક ફેકટરીમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે સર્ચ સર્વે અને ક્રોસ તપાસ શરૂ કરતા ચકચાર મચી જવા પામી છે. આજે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ કયુટોન સિરામિકના એકમો પર સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાતા સીરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ તપાસનો ધમધમાટ બે દિવસ ચાલશે જેથી બેનામી વ્યવહારો, રોકડ મળી આવાવની શક્યતા અધિકારીઓએ  વ્યકત કરી છે.તો કેનાલ રોડ પર નિર્મલ સ્કુલ પાછળ આવેલ ક્રિસ્ટલ પેલેસ ના સાતમાં માળે પણ રહેણાંક ફ્લેટમાં પણ દરોડા ચાલુ જોવા મળ્યા હતા વધુમાં આધારભૂત સુત્રોંમાંથી મળતી વિગતો મુજબ આજે સવારથી કયુટોન સિરામિકના એકમો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અન્ય કારખાનેદારો દ્વારા પણ પોતાના પણ ફફડાટ વ્યાપી ગયો છે અને આવતીકાલથી મોરબીના ઉધોગ ૧ મહિનાના વેકેશન પર જવાના છે ત્યારે આ દરોડાથી મોરબીના ઉધોગકારોમાં ફફડાટ વાયપી ગયો છે. અને અન્ય કારખાના પણ સાહિત્ય સગેવગે કરવા લાગ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે