ગામમાં મેદાનની સુવિધા ન હોવા છતાં પાલીતાણાના વાળુકડ ગામના આઠ બાળકો રાજ્યની સ્પોર્ટ્સ સ્કુલમાં પસંદ થયા 4 હોકો અને 4 બાળકોની ઝોન કક્ષાએ ખેલમહાકુંભમાં પસંદગી

ગામમાં મેદાનની સુવિધા ન હોવા છતાં પાલીતાણાના વાળુકડ ગામના આઠ બાળકો રાજ્યની સ્પોર્ટ્સ સ્કુલમાં પસંદ થયા 4 હોકો અને 4 બાળકોની ઝોન કક્ષાએ ખેલમહાકુંભમાં પસંદગી ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ કે.વ શાળાના બાળકોએ શાળા ગુજરાત ઝોન કક્ષાએ એક જ ગામના 8 બાળકો પસંદ થતા વાળુકડ સ્પોર્ટસ સંકુલ તથા વાળુકડ કે.વ શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ હતી. શાળા પરિવારમા આનંદની લાગણી પાલિતાણા તાલુકાની વાળુકડ કે.વ શાળાના બાળકોએ શાળાના આચાર્ય દિલીપસિંહ રાઠોડ અને બાળકોના કોચ પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનમાં યોજાયેલી હોકી રમતમાં પસંદગીમાં ભાગ લીધો હતો. હોકીની કસોટી લેવામા આવી જેમાં વાળુકડ એક જ ગામના એક સાથે આઠ ખેલાડીઓની પસંદગી થતા સમગ્ર શાળા પરિવારમા આનંદની લાગણી ફેલાઇ છે. વાળુકટ ગામમાં હોકી મેદાનની સુવિધા નથી વાળુકટ ગામમાં હોકી મેદાનની સુવિધા ન હોવાથી શાળાના બાળકો દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ વાળુકડ સ્પોર્ટ સ્કૂલના મેદાનમાં નિયમિત રીતે પ્રેકટિસ કરતા હતા અને જેમાં ગુજરાત ઝોનમા કક્ષાએ પસંદ થયા હતા. જેમાં હર્ષરાજ રાઠોડ, શિવાંગ પરમાર, અભય બારૈયા, રાહુલ બારૈયા, દિવ્ય વાઘાણી, નયન ગોહિલ, કુલદીપ બારૈયા અને યુગ ચૌહાણ એમ કુલ આઠ બાળકોએ શાનદાર સફળતા મેળવતા સ્પોર્ટ્સ સ્કુલમા પસંદગી પામ્યા છે. શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. પસંદ થયેલા બાળકોને સ્પેશિયલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.