કુંકાવાવ તાલુકાના પ૬ ગરીબ પરિવારોને પરેશ ધાનાણીની રજૂઆત થી મફત પ્લોટની ફાળવણી

કુંકાવાવ તાલુકાના પ૬ ગરીબ પરિવારોને પરેશ ધાનાણીની રજૂઆત થી મફત પ્લોટની ફાળવણી

કુંકાવાવ તાલુકાના પ૬ ગરીબ પરિવારોને પરેશ ધાનાણીની રજૂઆત થી મફત પ્લોટની ફાળવણી

કુંકાવાવ તાલુકાના પ૬ ગરીબ પરિવારોને પરેશ ધાનાણીની રજૂઆત થી મફત પ્લોટની ફાળવણીકુંકાવાવ તાલુકાના પ૬ ગરીબ પરિવારોએ પ્લોટ મળે તે માટે અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ ગરીબ પરિવારોને પ્લોટ બાબતે અધિકારીઓ દ્વારા માત્ર લોલીપોપ આપવામાં આવતી હતી. જેથી ગરીબ પરીવારોએ મફત પ્લોટ મળે તે માટે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરી હતી. જે બાદ કુંકાવાવ તાલુકામાં ઝૂંપડા બાંધીને રહેતા અને અતિ ગરીબ પરિવારોને મફત પ્લોટ અને મકાન સરકાર તરફથી વહેલી તકે મળે તે માટે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા તાલુકા લેન્ડ કમિટી સહિતમાં અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીની રજૂઆતના પગલે તંત્ર દ્વારા પ૬ ગરીબ પરિવારોના મફત પ્લોટની મંજૂરી આપવામાં આવી છે. જેમાં તાલુકાના મોટા ઉજળા, મોટી કુંકાવાવ ગામના લાભાર્થીઓને મફત પ્લોટ મંજૂર કરવામાં આવ્યા છે. જેને લઈ કુંકાવાવ તાલુકાના ગરીબ પરિવારોએ અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ ધારાસભ્ય ની રજૂઆત થી ગરીબ પરિવારોને હવે ઘરનું ઘર બનાવવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે.