વરસાદમાં ભીનો થઈ જાય ફોન તો સર્વીસ સેન્ટર જવાની જરૂર નથી

વરસાદમાં ભીનો થઈ જાય ફોન તો સર્વીસ સેન્ટર જવાની જરૂર નથી

વરસાદમાં ભીનો થઈ જાય ફોન તો સર્વીસ સેન્ટર જવાની જરૂર નથી

દેશભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, વરસાદની મોસમમાં સ્માર્ટફોનને પાણીથી બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે થોડું પાણી પણ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત બચાવ કર્યા પછી પણ ફોન પાણીમાં પલળી જાય છે અને તમારે તેના માટે ઘણો ખર્ચ કરવો પડે છે. જો તમારો ફોન પણ વરસાદમાં ભીનો થઈ ગયો હોય તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે તમે તમારા ફોનને ઘરે બેઠા જ સરળતાથી કેવી રીતે ઠીક કરી શકો છો.

જ્યારે ફોન ભીનો હોય ત્યારે અજમાવો આ ઉપાય 

જ્યારે વરસાદમાં ફોન ભીનો થાય છે, ત્યારે સૌથી પહેલા ફોનને સ્વીચ ઓફ કરો, આનાથી તમે ફોનને શોર્ટ સર્કિટ થવાથી બચાવી શકો છો. ઘણી વખત જ્યારે ફોન ભીનો થાય છે ત્યારે ફોનની અંદર પાણી ઉતરતું નથી, પરંતુ જો ફોનનો પાવર ચાલુ હોય તો તેમાં થોડું પાણી પણ શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. તેથી, ફોનને તાત્કાલિક બંધ કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

તે બાદ તમે ફોનની બેટરી, સિમ કાર્ડ, મેમરી કાર્ડ વગેરે સાથે ફોનનું પાછળનું કવર બહાર કાઢો. તેની મદદથી ફોનની આ વસ્તુઓને પાણીમાં ખરાબ થવાથી પણ બચાવી શકાય છે. તમામ એસેસરીઝને ટીશ્યુ પેપર અથવા સુતરાઉ કાપડથી સારી રીતે સાફ કરો જેથી તેના પરનું પાણી અને ભેજ દૂર થાય. આ જ રીતે ફોનને સાફ કરો.
જણાવી દઈએ કે, ઘરમાં હાજર ચોખા પાણી અને ભેજને શોષવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ફોનને સારી રીતે સૂકવ્યા પછી, તમારે તેને ઓછામાં ઓછા 24 કલાક માટે ચોખાના બોક્સમાં બંધ કરવો પડશે. તમે ચોખાની જગ્યાએ સિલિકા જેલ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે ફોનને વારંવાર ચાલુ કરવાનો પ્રયાસ ન કરો, તેનાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોનને નુકસાન પણ થઈ શકે છે. ફોનને ચોખાના ડબ્બામાં 1 થી 2 દિવસ સુધી રાખવાનો પ્રયાસ કરો. ફોનમાંથી ભેજ સંપૂર્ણપણે દૂર થઈ જાય પછી જ ફોનનો ઉપયોગ કરો.