કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત મહાદેવે જીત્યો સિલ્વર

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત મહાદેવે જીત્યો સિલ્વર

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત મહાદેવે જીત્યો સિલ્વર

ઇંગ્લેન્ડના બર્મિઘહામમાં રમાઇ રહેલી 22મી કૉમનવેલ્થ ગેમ્સમાં આજે બીજા દિવસે ભારતનું ખાતુ સિલ્વર મેડલથી ખુલી ગયુ છે. આજે ભારતને પ્રથમ મેડલ સ્ટાર વેટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે અપાવ્યો છે.સંકેતે મેન્સની 55 કિગ્રા ઇવેન્ટની ફાઇનલમાં આ સિદ્ધિ મેળવી છે. સંકેત સરગરે બે રાઉન્ડના 6 અટેંપમાં પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી અને કુલ 248 કિગ્રા વજન ઉઠાવતા સિલ્વર પોતાના નામે કરી લીધો હતો.આ રીતે બન્ને રાઉન્ડમાં ભાર ઉઠાવ્યોમહારાષ્ટ્રના સાંગલીના સંકેતે આ વખતે કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પણ શાનદાર પ્રદર્શન કરતા લોકોને પોતાના મુરીદ કરી લીધા છે, તેને પ્રથમ રાઉન્ડ એટલે કે સ્નેચમાં બેસ્ટ 113 કિગ્રા ભાર ઉઠાવ્યો હતો. તે બાદ બીજા રાઉન્ડ એટલે કે ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા ભાર ઉઠાવીને મેડલ પોતાના નામે કર્યો હતો.અંતિમ બે અટેંપમાં ઇજાગ્રસ્ત થયો સંકેત, ગોલ્ડથી ચુક્યોબીજા રાઉન્ડના અંતમાં બે અટેમ્પમાં સંકેત પણ ઇજાગ્રસ્ત થયો હતો. બીજા અટેંપમાં સંકેતે 139 કિગ્રા ભાર ઉઠાવવા માંગ્યો હતો પણ ઉઠાવી શક્યો નહતો અને ઇજાગ્રસ્ત થયો હતો. મેડિકલ ટીમે સંકેતને જોયો હતો અને તુરંત સારવાર શરૂ કરી હતી. અહી સંકેતે કહ્યુ કે તે સ્વસ્થ છે અને ત્રીજા અટેમ્પ માટે તૈયાર થઇ ગયો હતો.ત્રીજી વખત પણ સંકેત 139 કિગ્રા ભાર ઉઠાવવા ઉભો થયો હતો પણ નિષ્ફળ ગયો હતો અને આ વખતે પણ ઇજાગ્રસ્ત થયો હતો. આ રીતે સંકેતે સિલ્વરથી સંતોષ કરવો પડ્યો હતો. બીજી તરફ મલેશિયાના બિન કસદન મોહમ્મદ અનિકે કુલ 249 કિગ્રા ભાર ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.ગત વર્ષે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતોનેશનલ સ્તર પર કેટલાક સમ્માન જીતનારા સંકેત મહાદેવ સરગર ભારતના સ્ટાર વેટલિફ્ટર છે. તે 55 કિલોગ્રામ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, તેને ગત વર્ષે તાશકંદમાં યોજાયેલી ચેમ્પિયનશિપ 55 કિગ્રા સ્નેચ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેને ગોલ્ડ માટે 113 કિગ્રા ભાર ઉઠાવ્યો હતો. આ લિફ્ટ સાથે સરગરે સ્નેચનો નવો નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો.