ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા, પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ નું કરાયું આયોજન.

ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા, પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ નું કરાયું આયોજન.

ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા, પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ નું કરાયું આયોજન.

વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા આ બેઠકમાં માં પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકો ને જોડવા માટે સૂચના આપી હતી અને પેજ કમિટી ની કામગીરી ની જેમ જ પ્રાથમિક સદસ્યતા અભિયાન માં પણ વલસાડ જિલ્લો અવ્વલ રહે તેવી સૂચના આપી સર્વે ને કામે લાગી જવા સૂચન કર્યા હતા, તેમજ આ સાથે આગામી તારીખ ૩૧ જુલાઈ ના રોજ દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના "મન કી બાત" કાર્યક્રમ ને ટિફિન બેઠક સાથે કરવા જણાવ્યું હતું, શક્તિ કેન્દ્ર સુધી અને તેમાં આવતા તમામ બુઠો ને મજબૂત કરવા બુથ સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સહુ ને સાથે મળીને કામગીરી કરવા અંગે ની સૂચના આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત નવા મતદારો ન વધુમાં સદસ્ય તરીકે જોડવા અપીલ કરી હતી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલજી ના હાથ વધુ મજબૂત કરવા અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી ડાંગ ના પ્રભારી અને હર ઘર તિરંગા અભિયાન દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ પ્રફુલ પાનશેરીયા એ જણાવાયું હતું કે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશ ના તમામ લોકો સુધી દેશપ્રેમ નો સંદેશો પહોંચે અને રાષ્ટ્રપ્રેમ ની ભાવના વધુ લોકો સુધી જાય તેવા શુભ આશ્રય સાથે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશ ના ગૃહ મંત્રી અને સહકારીતા વિભાગના મંત્રી અમિતભાઇ શાહ, અને ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા દ્વારા આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે, જેના ભાગરૂપે "હર ઘર તિરંગા" કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના મુજબ કામ કરવા જણાવાયું હતું. આ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા તેમજ ભાજપ સંગઠન દ્વારા પણ રાષ્ટ્રધ્વજ આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. આ તબબકે ભાજપ તાપી જીલ્લા ના પ્રભારી અને દક્ષિણ ઝોન પ્રાથમિક સદસ્યતા અભિયાન ના ઇન્ચાર્જ અશોક ધોરજીયા એ વલસાડ જીલ્લામાં ૧૩૦૦ થી પણ વધુ બુથો ઉપર પ્રાથમિક સદસ્યતા અભિયાન ને વધુ અસરકારક બનાવવા માટે ઉપસ્થિત સહુને હાકલ કરી હતી, વલસાડ જીલ્લા ના તમામ હોદેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા તમામ સભ્યો ને આ કામે લાગી જઈ વધુ ને વધુ લોકો ને ભાજપ પ્રાથમિક સદસ્યતા અભિયાન હેઠળ સભ્ય બનવવા સુચન કર્યું હતું, અને જે કાર્યકર્તા કે હોદેદાર એક હજાર પ્રાથમિક સદસ્ય બનાવશે એને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે અલ્પાહાર કરાવી એનું સન્માન કરાવવા માટે ની વાત કરી ઉપસ્થિત સહુ ને પ્રોત્સાહિત કર્યા હતા. વલસાડ જીલ્લા ભાજપ ના પ્રભારી અને પ્રદેશ કારોબારી ના સભ્ય શ્રી માધુભાઈ કથીરિયાજી એ જણાવ્યું કે બુથ લેવલ ના તમામ સંયોજકો સહિત તમામ હોદેદારો કાર્યકર્તાઓ ને પ્રાથમિક સદસ્યતા અભિયાન ને વધુ વેગવનતું બનાવવા અપીલ કરી હતી આગામી ૩૧ તારીખ સુધી દરેક બુથ માં ઓછામાં ઓછા ૨૫ નવા પ્રાથમિક સદસ્ય બનાવવા માટે ની સૂચનાઓ આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી અને વલસાડ જીલ્લા ભાજપ ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીજી દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સહુને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો અને તમામ ને પોતાની જવાબદારી સમઝી પાર્ટી દ્વારા આપવામાં આવતી તમામ કામગીરી કરવા સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા ના પ્રભારી અને પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની,પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયા,જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ,વલસાડ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ,પારડી વિધાનસભા ના પ્રભારી હેમંતભાઈ ટેલર,ઉમરગામ વિધાનસભા ના પ્રભારી કરશનભાઇ ટીલવા,કપરાડા વિધાનસભા ના પ્રભારી કરશનભાઇ ગોંડલિયા,જીલ્લા ભાજપ ના હોદેદારો,પ્રદેશ ના હોદેદારો,વિવિધ મોરચા,મંડળ ના હોદેદારો,તાલુકા પંચાયત,નગરપાલીકા ના પ્રમુખશ્રીઓ, સભ્યો જીલ્લા મીડીયા, સોશિયલ મીડીયા,આઈ.ટી.ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.