ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર :રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરશે,

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર :રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરશે,

વિધાર્થીઓ બનાવશે સેટેલાઇટ અને શીખશે સેટેલાઇટ ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફ્રેકચર, ટેસ્ટ, લોન્ચ અને મોનીટરિંગ

ભારતમાં ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિધાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલશે. આ મિશનના ભાગરૂપે મારવાડી યુનિવર્સિટીના ક્યુબ સેટેલાઇટ વિધાર્થીઓ અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરશે. જેની તાલીમ તેમને કોલેજમાં જ અપાશે.

ડો.એલ.વી. મુરલીકૃષ્ણ રેડ્ડી, પ્રમુખ, ITCA અને ડૉ. કે. ગોપાલકૃષ્ણન, સેકરેટરી, ITCA, એ આ મિશન માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ પર આજે હસ્તાક્ષર કરાયા છે. જેનો લાભ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને મળશે.